ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - મનોરંજન

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

cc
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Jun 5, 2021, 6:57 AM IST

આખરે આવ્યો અંત: રાજ્યમાં 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ થશે લાગુ

આખરે આવ્યો અંત

ગુજરાતમાં લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવાતો અટકાવવાનું સુનિશ્ચિત કરવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમનો રાજ્યમાં અમલ થવા જઇ રહ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં 15 જૂન-2021થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2001અમલી કરવાનો નિર્ણય લીધો છે.

PM મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમને સંબોધન કરશે

PM મોદી

વડા પ્રધાન કાર્યાલયએ કહ્યું કે પીએમ મોદી પૂણેમાં ત્રણ સ્થળોએ ઇ -100 ડિસ્પેન્સિંગ સ્ટેશનનો પાયલોટ પ્રોજેક્ટ પણ લોંચ કરશે.

કોરોનાના બીજા મોજા પછી અમિત શાહના નિવાસ સ્થાને ભાજપની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક

અમિત શાહના

કોરોનાની બીજી લહેરમાં ગાયબ રહેલા ગૃહમંત્રી આજકાલ એક્શનમાં આવતા દેખાઈ રહ્યા છે. આજે તેમના નિવાસ સ્થાને કોરોનાને સંબધિ હાઈલેવલ મિંટીગ થશે

મોરેશિયસના પૂર્વ વડા પ્રધાન અનિરુધ જુગનાથના નિધન પર આજે ભારતમાં રાજકીય શોક

મોરેશિયસના પૂર્વ વડા પ્રધાન

મિત્ર દેશ મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જુગનાથનનું 3 જૂનના દિવસે નિધન થયું હતુ. આજે ભારતમાં તેેને લઈને શોક રાખવામાં આવશે.

પર્યાવરણ દિવસ, આજે બે દિવસીય ઓનલાઇન ફિલ્મ મહોત્સવ

ઓનલાઇન ફિલ્મ મહોત્સવ

આ વખતે પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારનો ફિલ્મ વિભાગ શનિવારથી બે દિવસીય ઓનલાઇન ફિલ્મ મહોત્સવનો પ્રારંભ કરશે. આ વખતે પર્યાવરણ દિવસની થીમ ઇકોલોજીકલ રિસ્ટોરેશન છે.

કેબિનેટની બેઠક: હિમાચલમાં આજે અનલોક ભાગ -2 અંગે નિર્ણય, બસ ચલાવવાની તૈયારી પણ

કેબિનેટની બેઠક:

હિમાચલ પ્રદેશ કેબિનેટની આજે મળેલી બેઠકમાં, કોરોના કર્ફ્યુમાં વધુ છૂટ આપવાની, બસ સેવાઓ શરૂ કરવા અને 12 મા ધોરણની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

સોશિયલ પ્લેટફોર્મ: જી 7 દેશોના નાણાં પ્રધાનો ગૂગલ, ફેસબુક, એમેઝોન જેવા લોકો પર ટેક્સ વધારવા માટે વિચારણા કરશે

સોશિયલ પ્લેટફોર્મ

યુકેના નાણામંત્રી ઋષિ સનકની અધ્યક્ષતામાં આ બે દિવસીય બેઠકમાં નવી કર નીતિને આકાર આપવામાં આવે તેવી સંભાવના છે. કોરોના રોગચાળા પછી વૈશ્વિક સ્તરે આ પહેલી બેઠક છે જેમાં નેતાઓ સામ-સામે બેસીને ચર્ચા કરશે.

ચોમાસું આજે તામિલનાડુ પહોંચશે, બે-ત્રણ દિવસમાં મુંબઈમાં પહોંચશે

ચોમાસું આજે તામિલનાડુ

હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે, આગામી 24 કલાકમાં ચોમાસું તામિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના કાંઠાળ વિસ્તારોમાં પહોંચશે. શનિવારે કેરળના બાકીના ભાગોમાં, લક્ષદ્વીપના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

નાઇજીરીયાએ દેશમાં ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો

નાઇજીરીયા

જ્યારે ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના ખાતા પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. નાઇજિરીયામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સરકારે ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ: ભારતમાં વિશ્વની સૌથી મોટી ગ્રીન રેલ્વે હશે

વિશ્વ પર્યાવરણ દિવસ

ભારત પાસે વિશ્વની સૌથી મોટી ગ્રીન રેલ્વે હશે. આ દાવો રેલવે દ્વારા જ કરવામાં આવ્યો છે, જેણે કહ્યું છે કે તે આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યું છે. રેલ્વેએ કહ્યું છે કે તે 2030 પહેલા કાર્બન ઉત્સર્જનને શૂન્ય પર ઘટાડશે.

ABOUT THE AUTHOR

...view details