- મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહાત્મા મંદિરમાં કોરોનાની તૈયાર થયેલી DRDO હોસ્પિટલની મુલાકાત લેશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી DRDO હોસ્પિટલની મુલાકાત લેશે
કોરોનના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં તૈયારીના ભાગ રૂપે મહાત્મા મંદિરમાં તૈયાર થયેલી DRDO હોસ્પિટલની આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુલાકાત લઈ શકે છે.
- 10 શહેરોમાં 18થી 44ની વય જૂથના 1 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે
0 શહેરોમાં 18થી 44ની વય જૂથના 1 લાખ લોકોનું વેક્સિનેશન કરાશે
કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના કેસમાં એકધારો વધારો જોવા મળ્યો હતો. જો કે, મે મહિનામાં ગ્રાફ નીચે જતા હાલ પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને કારણે લોકો વેક્સિન લેતા થયા છે. તેમજ રસીકરણ માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ગુજરાતના 10 શહેરોમાં 18થી 44ની વય જૂથના 1 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન આજથી આગળની સૂચના સુધી રદ રહેશે
ટ્રેન નંબર 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન આજથી આગળની સૂચના સુધી રદ રહેશે
હાલ કોરોનાની મહામારી તેમજ મ્યુકોરમાઈકોસિસ જેવા રોગોએ પગપેસારો કર્યો છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ટ્રેન નંબર 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન આજથી આગળની સૂચના સુધી રદ રહેશે.
- સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
- નવનીત કાલરાની જામીન અરજી પર સુનાવણી કરી શકે છે સાકેત કોર્ટ
નવનીત કાલરાની જામીન અરજી પર સુનાવણી કરી શકે છે સાકેત કોર્ટ
સાકેત કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી પોલીસની 5 દિવસની પોલીસ રિમાન્ડની અરજીને ફગાવી દીધી હતી. નવનીત કાલરા હાલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાડ જેલમાં બંધ છે અને હવે તેને તિહાર જેલમાં જ રહેવું પડશે.
- રાજસ્થાનમાં 1 જૂનથી અનલોકને લઈને મુખ્યપ્રધાન ગેહલોત કરશે બેઠક
મુખ્યપ્રધાન અશોક ગેહલોત કરશે બેઠક
રાજસ્થાનમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે અનલોકને લઈને મુખ્યપ્રધાન અશોક ગેહલોત એકથી બે દિવસમાં અનલોકની ગાઇડલાઈનને મંજૂરી આપશે. રાજસ્થાનમાં 8 જૂન સુધી લોકડાઉન છે પરંતુ જ્યાં કોરોના કેસ ઓછા છે તે અનલોકની શરૂઆત થશે.
- સાગર હત્યા કેસ: સુશીલ કુમારને રોહિણી કોર્ટમાં કરી શકે છે હાજર
સાગર હત્યા કેસને લઈને આજે સુશીલ કુમારને રોહિણી કોર્ટમાં હાજર કરી શકે છે. જ્યાં પોલીસ ઘટનાને લઈને વધુ માહિતી માટે તેની કસ્ટડીની માગ કરી રહી છે.
- પાકિસ્તાન સહિત 3 દેશોથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓની પાસેથી MHAએ માંગી નાગરિકતા માટેની અરજીઓ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિન-મુસ્લિમ શરણાર્થીઓની પાસેથી માંગી નાગરિકતા માટેની અરજીઓ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી ભારતીય નાગરિકતા માટે આવેદન માંગ્યા છે.
- આજે દિલ્હીનું હવામાન ગરમ રહેશે, તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે
આજે દિલ્હીનું હવામાન ગરમ રહેશે, તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 31 મે અને 1 જૂનની આસપાસ દિલ્હીમાં હળવો વરસાદ થશે. આ દિવસોમાં દિલ્હીના કેટલાયે વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
- IPLને લઈને BCCIની આજે મહત્વની બેઠક, નવી તારીખોની થઈ શકે છે જાહેરાત
IPLને લઈને BCCIની આજે મહત્વની બેઠક
આજે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી મુંબઈમાં બેઠક કરી શકે છે. IPL 18થી 20 સપ્ટેમ્બરના રોજ ફરીથી શરૂ થનારી અને 10 ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાની આશા છે. USEના અબુધાબી, દુબઈ અને શારજાહના ત્રણ સ્થળોએ મેચનું આયોજન કરવામાં આવશે.