1. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની વિવિધ હોસ્પિટલોના ઓક્સિજન સંકટની સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારે દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન આપવાના મામલે સુનાવણી થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરવી પડશે કે તે દિલ્હીની હોસ્પિટલોને કેવી રીતે ઓક્સિજન પ્રદાન કરશે.
2. ભાવનગર ભાજપ આજે પશ્ચિમ બંગાળ હિંસાના વિરોધમાં ભાજપના ધરણાં
TMC સામે ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે આજે ભાજપ વિરોધ પ્રદર્શન ધરણાં કરીને કરશે. ભાવનગર શહેરમાં વિભાવરીબેન દવે ઘોઘાગેટ ચોકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ધરણાં કરશે તો જીતુ વાઘાણી નિલમબાગ ધરણા કાર્યક્રમ કરશે.આમ એક જ પક્ષના 3 ધારાસભ્યો અલગ કાર્યક્રમ કરશે.
3. સુરતના માંગરોળ તાલુકામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે 60થી વધુ બેડનું કોવિડ સેન્ટર શરૂ થશે. આ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે થશે. આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા તેમજ ત્રણ ડોકટર અને નર્સનો સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે.
4. મોરબી જિલ્લામાં આજે દ્વિતીય રસીકરણ કેમ્પનું આયોજન
ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને દ્વિતીય રસીકરણ કેમ્પનું આયોજન આજે 6 મેના રોજ કરવામાં આવ્યું છે. રસીકરણ કેમ્પમાં સાંસદ મોહન કુંડારિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે.
5. છત્તીસગઢમાં આજે 6 મે એ થનારુ 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ મોકૂફ
છત્તીસગઢ સરકારે રાજ્યમાં 18 થી 44 વર્ષની વયના લોકોને રસીકરણ મોકૂફ રાખ્યું છે. ત્રીજા તબક્કાના રસીકરણ અંગે હાઇકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુધારો લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે.