ગુજરાત

gujarat

ETV Bharat / bharat

New Parliament Building:  નવી સંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, જનતા લઈ શકશે મુલાકાત - undefined

સંસદ ભવનની નવી ઇમારત (નવી સંસદ ભવન) સંપૂર્ણપણે તૈયાર છે. આ ઈમારતનું ઉદ્ઘાટન તારીખ 28 મે રવિવારે થવા જઈ રહ્યું છે. 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM નરેન્દ્ર મોદી) અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.

New Parliament Building: નવી સાંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, પબ્લિક લઈ શકશે મુલાકાત
New Parliament Building: નવી સાંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, પબ્લિક લઈ શકશે મુલાકાત

By

Published : May 26, 2023, 10:03 AM IST

Updated : May 26, 2023, 1:18 PM IST

નવી દિલ્હીઃનવા સંસદ ભવન અંગે તમામ લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે તેની જરૂર કેમ પડી? સંસદની હાલની ઇમારત 1927માં બની હતી. જે હવે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. તેના બન્ને ગૃહોમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બન્નેએ તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી હતી.

New Parliament Building: નવી સાંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, પબ્લિક લઈ શકશે મુલાકાત

શિલાન્યાસ કરાયોઃ આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ માટે મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

વિશાળ ક્ષમતાઃજૂની સંસદની વાત કરીએ તો તેનો આકાર ગોળાકાર છે, જ્યારે નવી સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં લોકસભામાં 590 અને રાજ્યસભામાં 280 લોકોની બેઠક ક્ષમતા છે. નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો, લોકસભામાં 888 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા છે.

New Parliament Building: નવી સાંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, પબ્લિક લઈ શકશે મુલાકાત

નવી રાજ્યસભાઃ નવી રાજ્યસભામાં 384 બેઠકો છે. મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે. બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકે છે. હાઈટેક સુવિધાઓથી સજ્જ નવા સંસદ ભવનમાં મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે.

આવી પણ સુવિધાઓઃકાફે, ડાઇનિંગ એરિયા, કમિટી મીટિંગ રૂમમાં પણ હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. કોમન રૂમ, લેડીઝ લોન્જ અને વીઆઈપી લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણ હોલ ખૂબ જ ખાસ છે. નવી સંસદની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટીટ્યુશન હોલ છે. તે ઇમારતની મધ્યમાં બનાવવામાં આવે છે. તેની ઉપર એક અશોક સ્તંભ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોલમાં બંધારણની નકલ રાખવામાં આવશે.

તસીવર ગેલેરીઃ આ સાથે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ, દેશના વડાપ્રધાનોની મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે. નવી સંસદ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું બાંધકામ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. તેને બનાવવાનું ટેન્ડર સપ્ટેમ્બર 2020માં ટાટા પ્રોજેક્ટને આપવામાં આવ્યું હતું. બિમલ પટેલ નવા સંસદ ભવનનાં આર્કિટેક્ટ છે. તેમને વર્ષ 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

New Parliament Building: નવી સાંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, પબ્લિક લઈ શકશે મુલાકાત

બેઝમેન્ટમાં ત્રણ ફ્લોરઃદેશના 200 જેટલા કારીગરો અને કલાકારોના સંગઠનો પણ આ ભવનને તૈયાર કરવા માટે જોડાયા છે. નવી ઇમારતની ઊંચાઇ વર્તમાન સંસદ ભવન જેટલી હશે. તેમાં બેઝમેન્ટ સહિત ત્રણ માળ હશે. નવી સંસદ ભવન 64,500 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી છે. નવી ઇમારત જૂની ઇમારત કરતાં લગભગ 17,000 ચોરસ મીટર મોટી છે.

પબ્લિકને એન્ટ્રીઃનવા સંસદ ભવનમાં લોકસભાનું કદ વર્તમાન ગૃહ કરતાં ત્રણ ગણું વધુ છે. રાજ્યસભાનું કદ પણ વધુ છે. નવી ઇમારતની સજાવટ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને સ્થાપત્ય, પ્રાદેશિક કલાની વિવિધતાનું મિશ્રણ છે. ડિઝાઇન પ્લાનમાં સેન્ટ્રલ કોન્સ્ટિટ્યુશનલ ગેલેરીને સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય લોકો તેને જોઈ શકશે. નવા સંસદભવનમાં પર્યાવરણને અનુકૂળ કાર્યશૈલીનો ઉપયોગ કરવામાં આવશે.

સોલાર લાગેલા છેઃ સોલાર સિસ્ટમને કારણે ઊર્જાની બચત પણ થશે. નવા સંસદભવનના નિર્માણ દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં તમામ સાંસદો માટે અલગ-અલગ ઓફિસ હશે. તેમની ઓફિસો તેમને પેપરલેસ ઓફિસ બનાવવા માટે નવીનતમ ડિજિટલ ઇન્ટરફેસથી સજ્જ કરવામાં આવશે.

  1. New Parliament building: ખાસ પૂજા અને હવન સાથે થશે નવા સંસદભવનની શરૂઆત
  2. New Parliament Building: 250 સાંસદો સંસદની નવી ઇમારતના ઉદઘાટન સમારોહનો
  3. New Parliament Building : મુખ્યપ્રધાને સંસદભવનના લોકાર્પણ સમારોહ બહિષ્કારના
Last Updated : May 26, 2023, 1:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details