ઉતર પ્રદેશ : નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રી રાજશ્રી ચૌધરીને વારાણસી જતી વખતે સંગમ શહેરમાં રોકવામાં આવી(subhash chandra bose great grand daughter) હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓની એક ટીમ વારાણસી જતાં પ્રયાગરાજ જંક્શન પર તેને ટ્રેનમાંથી નીચે ઉતારી હતી. આ પછી હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજશ્રી ચૌધરીને પોલીસ ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી. ત્યાં તેને નજરકેદ રાખવામાં આવી(rajshree chaudhary house arrest) છે. સોમવાર સુધી પોલીસ તેમને તેમની દેખરેખ હેઠળ રાખશે.
સુભાષ ચંદ્ર બોઝની પ્રપૌત્રી રાજશ્રી ચૌધરીને પોલીસે કરી નજરકેદ, જાણો શું છે કારણ - રાજશ્રી ચૌધરીને પોલીસે કરી નજરકેદ
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રપૌત્રી રાજશ્રી ચૌધરીને(subhash chandra bose great grand daughter) પ્રયાગરાજ પોલીસે વારાણસી જતા અટકાવી(rajshree chaudhary house arrest) હતી. તેમણે સોમવારે વારાણસીના જ્ઞાનવાપીમાં જલાભિષેક કરવાની જાહેરાત કરી હતી.
સુભાષ ચંદ્ર બોઝની પ્રપૌત્રી નજર કેદ - શૃંગાર ગૌરીની પૂજા કરવા અને વિશ્વેશ્વર નાથ મહાદેવનો જલાભિષેક કરવા માટે રાજશ્રી ચૌધરીએ શૃંગાર ગૌરીની પૂજા કરવા માટે જ્ઞાનવાપી જવાની જાહેરાત કરી હતી. જ્ઞાનવાપી કેમ્પસમાં જવાની જાહેરાત બાદ તેમને આ કાર્યક્રમ કરવા દેવાશે નહીં તેવો નિર્ણય લેવાયો હતો. રાજશ્રી ટ્રેન દ્વારા વારાણસી જવાની માહિતી પ્રશાસનને મળી હતી.
કાર્યક્રમ બાદ મળશે મુક્તિ - પ્રયાગરાજ પહોંચતા જ તેને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવી હતી. આ પછી તેને પોલીસ લાઇન્સના ગંગા ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન રાજશ્રીની સાથે અન્ય લોકો પણ હાજર હતા. પરંતુ, પોલીસે માત્ર રાજશ્રીને ગેસ્ટ હાઉસમાં નજરકેદ કરી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમને સોમવાર સુધી પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવશે, જેથી તેઓ સમયસર વારાણસી ન પહોંચે અને કાર્યક્રમના અંતે પોલીસ દ્વારા તેમને મુક્ત કરવામાં આવશે.