ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલગાવવાદી નેતા ગિલાનીના મૃત્યુ પર શોક પાળશે પાડોશી દેશ - Imran Khan

બુધવારે રાતે અલગાવવાદી નેતા ગિલાનીનું મૃત્યુ થયું છે જેને લઈને પાકિસ્તાનમાં ઈમરાન ખાને 1 દિવસીય શોક જાહેર કર્યો છે. ઈમરાન ખાને કહ્યું હતું કે " અમે તેમના સઘર્ષને સલામ કરીએ છે".

pakistan
અલગાવવાદી નેતા ગિલાનીના મૃત્યુ પર શોક પાળશે પાડોશી દેશ

By

Published : Sep 2, 2021, 1:01 PM IST

  • ગિલાનની મૃત્યુ પર પાકિસ્તાન પાળશે શોક
  • ઈમરાન ખાને કરી જાહેરાત
  • પાકિસ્તાની અઘિકારીઓએ લગાવ્યો ભારત પર આરોપ

ન્યુઝ ડેસ્ક: હુરિયત નેતા ગિલાનીને ઈમરાન ખાને પાકિસ્તાની ગણાવ્યા હતા, નિધન પર અડધી કાઠીએ ફરકાવ્યો ઝંડો પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવ્યાપાકિસ્તાનનો ઝંડો અડધી કાઢીએ ફરકાવાયો અને એક દિવસનો શોક જાહેર કરાયોગિલાનીને મળી ચૂક્યું છે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માનપીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવ્યાજમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર પાકિસ્તાન સીધુ ન રહ્યુ. અહીં પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો.

પાકિસ્તાનમાં શોક જાહેર

ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. કહ્યું કે ગિલાનીનું 92 વર્ષની ઉંમરે શ્રીનગરમાં બુધવારે રાતે નિધન થયુ હતુ. ગુરુવારે તેમને સુપુર્દે-એ-ખાક કરી દેવામાં આવશે. સૈયદ અલી શાહ પાકિસ્તાનનો ઝંડો અડધી કાઢીએ ફરકાવાયો અને એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરી હતી લખ્યું હતું કે, "કાશ્મીર નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનન સમાચાર સાંભળી દુઃખી છું. ગિલાની જીવનભર પોતાના લોકો અને તેમના આત્મનિર્ણયના અધિકાર માટે લડતા રહ્યા. ભારતે તેમને કેદ રાખ્યા અને પ્રતાડિત કર્યા હતા". ઈમરાને કહ્યું કે," અમે પાકિસ્તાનમાં તેમના સંઘર્ષને સલામ કરીએ છીએ. તેમના શબ્દોને યાદ કરીએ છીએ. અમે પાકિસ્તાની છીએ અને પાકિસ્તાન અમારું છે. પાકિસ્તાનનો ઝંડો અડધો ઝુકેલો રહેશે અને અમે એક દિવસનો સત્તાવાર શોક મનાવીશું".

આ પણ વાંચો :આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

પાકિસ્તાનનો બફાટ

બાજવાએ ભારત પર આરોપ લગાવ્યો ગિલાનીના નિધનથી પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે ગિલાનીના નિધન પર તેમને દુઃખ છે. તે કાશ્મીરના સ્વતંત્રતા આંદોલનના એગેવાન હતા. બાજવાએ ભારત પર આરોપ લગાવ્યો. તે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગિલાની કશ્મીરી આંદોલનના પથ પ્રદર્શક ગણાવ્યા. કુરૈશીએ કહ્યું કે તે નજરબંધી બાદ પણ અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરતા રહ્યા.ગિલાનીને મળી ચૂક્યું છે

પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન

ભારત વિરોધી નિવેદનો માટે પ્રખ્યાત રહેલા ગિલાનીને પડોશી દેશ પાકિસ્તાને પોતાના સર્વોચ્ચ સન્માનની સન્માનિત કર્યા હતા. કાશ્મીરમાં ગિલાનીના પ્રભાવનો અંદાજએ વાતથી લગાવી શકાય કે તેમના એક અવાજ પર કાશ્મીર બંધ થઈ જતુ હતુ. જો કે એવો પણ સમય આવ્યો કે કાશ્મીરની જનતા એક તરફથી ગિલાનીનો બોયકોટ કરી દીધો હતો.

આ પણ વાંચો :રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન, PM Modiએ દુઃખ વ્યક્ત કર્યું

કોણ છે સૈયદ અલી શાહ ગિલાની

કાશ્મીરી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો. ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી કાશ્મીરી અલગતાવાદી નેતા છે પરંતુ બાદમાં તહરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી. તેમણે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પક્ષોના જૂથ છે. તેઓ 1972, 1977 અને 1987 માં જમ્મુ અને કાશ્મીરના સોપોર મતવિસ્તારના ધારાસભ્ય પણ હતા. જોકે જૂન 2020 માં હુર્રિયત છોડી દીધી. ખરાબ સ્વાસ્થ્યને કારણે તે છેલ્લા ઘણા વર્ષોથી ઓછી સક્રિય હતી. જોકે ઘણી વખત તેના મૃત્યુની અફવાઓ પણ આવી હતી.

ABOUT THE AUTHOR

...view details