- NDMCને દિલ્હીમાં વેચવામાં આવતા હલાલ અને ઝટકા માંસને લઈને ઠરાવ પસાર
- રેસ્ટોરન્ટો, ઢાબાઓ અને માંસની દુકાનોમાં માંસના પોસ્ટરો લગાવવાના રહેશે
- NDMCના મેયર જયપ્રકાશે ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી હતી
નવી દિલ્હી:ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હીમાં વેચવામાં આવતા હલાલ અને ઝટકા માંસને લઈને એક ઠરાવ પસાર કર્યો છે. આ અંતર્ગત હવે માંસ વેચતી નિગમની તમામ રેસ્ટોરન્ટો, ઢાબાઓ અને માંસની દુકાનોમાં હલાલ અને ઝટકા માંસના પોસ્ટરો લગાવવાના રહેશે.
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું
મેયર જયપ્રકાશે ટ્વીટ કર્યું:
NDMCના મેયર જયપ્રકાશે ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હિન્દુ અને શીખ ધર્મમાં આવા માંસ પર પ્રતિબંધ છે. તેથી, કોર્પોરેશને તેના પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો:વલસાડમાં ગૌવંશની કતલનું અંજલાવ ગામેથી રેકેટ પકડાયું
તેણે ટ્વિટ કરીને કહ્યું
હિન્દુ અને શીખ ધર્મમાં 'હલાલ' માંસ પર પ્રતિબંધ છે. તેથી, અમે આ પ્રસ્તાવને મંજૂરી આપી, જેના દ્વારા ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ રેસ્ટોરાન્ટો, ઢાબાઓ અને માંસની દુકાનો કે જે આવા માંસનું વેચાણ કરે છે. તેઓએ તેમની દુકાન પર 'હલાલ' અથવા 'ઝટકો' માંસના વેચાણ કરતા હોવાનું પોસ્ટર લગાવવું ફરજિયાત કરાયું છે.