ન્યુઝ ડેસ્ક : NCW India એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા લિંગ-પક્ષપાતી, નારી વિરોધી અને નિંદનીય છે. પંચે આ મામલે સુનાવણી સુનિશ્ચિત કરી છે જેમાં ઇટાલીયાને તારીખ 13.10.2022ના રોજ બપોરે 12:30 વાગ્યે હાજર થવા ફરવામ આપવામાં આવ્યું છે.
પીએમ મોદી પર અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ NCWએ ગોપાલ ઈટાલિયાને મોકલી નોટિસ - undefined
NCW India એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા લિંગ-પક્ષપાતી, નારી વિરોધી અને નિંદનીય છે. પંચે આ મામલે સુનાવણી સુનિશ્ચિત કરી છે જેમાં ઇટાલીયાને તારીખ 13.10.2022ના રોજ બપોરે 12:30 વાગ્યે હાજર થવા ફરવામ આપવામાં આવ્યું છે.
ઇટાલિયાએ કર્યો બફાટ આપણે ઘણી વખત જોયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકારણીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત નેતાઓ કેટલીક અભદ્ર ભાષા અને ટિપ્પણીઓ પર પણ ઉતરી આવે છે. હવે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ કંઈક આવું જ કર્યું છે. ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે.
વડાપ્રધાન પર અપશબ્દનો વાર હવે ઈટાલિયાની આ અભદ્ર ભાષાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો અને ઘેરાયેલા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ એક પોસ્ટ સાથે ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો શેર કર્યો છે.