ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં NCB 30 હજાર કિલો ડ્રગ્સનો કરશે નાશ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Shah) ડિજિટલ હાજરીમાં શનિવારે દેશભરમાં ચાર સ્થળોએ 30,000 કિલોથી વધુ નશીલા પદાર્થોનો નાશ (NCB will destroy drugs) કરવામાં આવશે. શાહ શનિવારે ચંદીગઢમાં ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા જશે.

ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં NCB 30 હજાર કિલો ડ્રગ્સનો કરશે નાશ
ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં NCB 30 હજાર કિલો ડ્રગ્સનો કરશે નાશ

By

Published : Jul 30, 2022, 5:06 PM IST

નવી દિલ્હી: ડિજિટલ માધ્યમ દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Shah) હાજરીમાં શનિવારે દેશભરમાં ચાર સ્થળોએ 30,000 કિલોથી વધુ નશીલા પદાર્થોનો નાશ (NCB will destroy drugs) કરવામાં આવશે. શાહ શનિવારે ચંડીગઢમાં ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા જશે.

આ પણ વાંચો:વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

અમિત શાહની ડિજિટલ હાજરીમાં નશીલા પદાર્થો નાશ કરાશે :એક સત્તાવાર રીલીઝ મુજબ, દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની (Bureau Of Narcotics Control) ટીમો કોન્ફરન્સ દરમિયાન ગૃહપ્રધાનની સામે 30,000 કિલોગ્રામથી વધુ માદક પદાર્થોનો નાશ કરશે. એનસીબીએ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ (Drug Disposal Drive) શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધી 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે, એમ રિલીઝમાં જણાવાયું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના આહ્વાન પર, NCBએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. શનિવારે 30,468.784 કિગ્રાથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કર્યા પછી, કુલ જથ્થો 81,686 કિગ્રાની આસપાસ પહોંચી જશે, જે NCBના લક્ષ્યાંક કરતાં વધી જશે, એમ રિલીઝમાં જણાવાયું છે.

આ પણ વાંચો:સ્મૃતિ ઈરાનીએ પોતાની ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કર્યા, કોંગ્રેસ ધારાસભ્યનો દાવો

ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે : ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે. કોન્ફરન્સમાં પહેલીવાર ગૃહપ્રધાન, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો અને ડ્રગ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ એક મંચ પર હશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, આ કોન્ફરન્સ દેશને ડ્રગ્સના દૂષણથી મુક્ત બનાવવા માટે મોદી સરકારના અટલ સંકલ્પને દર્શાવે છે.

ABOUT THE AUTHOR

...view details