- ASI મુરલી તાતીની નક્સલીઓએ હત્યા કરી
- પાલનારથી ASI મુરલી તાતીનું અપહરણ કરાયું હતું
- અપહરણ બાદ તે નક્સલીઓ સાથે ત્રણ દિવસ ફરતા રહ્યા હતા
છત્તીસગઢ: ગંગલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનારથી અપહરણ કરાયેલા ASI મુરલી તાતીની નક્સલીઓએ હત્યા કરી છે. અપહરણના ત્રણ દિવસ બાદ નક્સલીઓએ મુરલી તાતીની હત્યા કરી હતી અને મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. 21મી એપ્રિલે ગંગાલુરના પાલનારથી નક્સલવાદીઓ દ્વારા ASI મુરલી તાતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તે નક્સલીઓ સાથે ત્રણ દિવસ ફરતા રહ્યા હતા. જે બાદ જાહેર અદાલત રચીને જવાનની હત્યા કરાઈ હતી.
હત્યા કર્યા બાદ મૃતદેહને પુલસુમ પરા નજીકના રસ્તા પર એક જ વસ્તુની જેમ ફેંકી દીધો
નક્સલવાદીઓએ મૃત શરીરની પાસે એક પત્રિકા ફેંકી દીધી છે. જેમાં ASI પર નક્સલવાદીઓનો આરોપ છે કે, તે DRGમાં રહીને, એડેસ્મેટા, પાલનાર, મુગવેન્દીમાં 2006થી ગામ લોકોની હત્યા કરી રહ્યા છે. નક્સલવાદીઓએ મુરલી તાતી પર એક એન્કાઉન્ટરમાં PLGના લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ASI તાતીની હત્યા કર્યા બાદ મૃતદેહને પુલસુમ પરા નજીકના રસ્તા પર એક જ વસ્તુની જેમ ફેંકી દેવામાં આવ્યો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે
સુરક્ષા દળોએ મૃતદેહને લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જવાન આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. અગાઉ ઘણી સામાજિક સંસ્થાઓએ મુરલી તાતીને મુક્ત કરવાની માગ કરી હતી. જવાનની પત્ની પણ નક્સલવાદીઓને અપીલ કરી રહી હતી કે, તે તેના પતિને છોડી દે, પરંતુ નક્સલીઓએ જવાનને મારી નાખ્યો છે.