- સંરક્ષણ સંપાદન કાર્યવાહી 2020માં લીઝિંગ મોડેલની રજૂઆત
- ટૂંકા ગાળાની ક્ષમતાના અંતરાલને ઘટાડવાનો વિકલ્પ
- મેનપાવર અને મેઇન્ટેનેન્સમાં ઘટાડો થશે
નવી દિલ્હી: વાઇસ એડમિરલ જી અશોક કુમારે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, સંરક્ષણ સંપાદન કાર્યવાહી 2020માં લીઝિંગ મોડેલની રજૂઆત કરવી એ એક પ્રતિકાત્મક બદલાવ છે. આ જહાજ નિર્માણના કરારનો લાંબો સમયગાળાને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળાની ક્ષમતાના અંતરાલને ઘટાડવાનો વિકલ્પ આપે છે.
મધ્યમ ગાળામાં કેટલીક સંપત્તિ ભાડે આપવાની યોજના
FICCI દ્વારા આયોજિત ફોર્સ લેવલ મેઇટેનન્સ એન્ડ મોર્ડનાઇઝેશન માટે લીવરેજ લીઝ્ઝ પર ઇ-સેમ્પોઝિયમને સંબોધન કરતા વાઇસ એડમિરલે જણાવ્યું હતું કે, અમે આપણી ઓપરેશનલ ક્ષમતાઓમાં વધારો કરવા અને મેઇન્ટેનેન્સમાં મોટા રોકાણથી બચવા માટે ઓપરેશનલ સપોર્ટ એસેટ્સ અને સહાયકોને લીઝ પર લેશુ. ભારતીય નૌકાદળ મધ્યમ ગાળામાં કેટલીક સંપત્તિ ભાડે આપવાની પણ યોજના છે, જેથી મેનપાવર અને મેઇન્ટેનેન્સમાં ઘટાડો કરી શકાય.