ન્યુઝ ડેસ્ક: લોકો 9 દિવસીય શારદીય નવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022 ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. જે 4 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે. આમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા (Worship of 9 forms of Maa Durga) કરવામાં આવે છે. આ દિવસોમાં કોઈ પણ કામ પંડિતની સલાહ વગર થઈ શકતું નથી.
શું છે ધાર્મિક માન્યતા: એવી ધાર્મિક માન્યતા છે કે, નવરાત્રીમાં પૂજાનું પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે પૂજા યોગ્ય રીતે કરવામાં આવે. આ દરમિયાન પૂજાના નિયમોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે, માતા દુર્ગાને નિયમો વધુ ગમે છે. તેથી નવરાત્રીમાં પૂજાની વિઘિને (these things included at the time of Durga puja) પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજામાં ત્રણ વસ્તુઓનું વિશેષ મહત્વ છે. જો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂજામાં સામેલ કરવામાં નહીં આવે તો પૂજા પૂર્ણ માનવામાં આવશે નહીં. આવો જાણીએ કઈ છે તે ત્રણ મહત્વની બાબતો.
નવરાત્રી પર લાલ રંગ: કહેવાય છે કે, નવરાત્રીની પૂજામાં લાલ રંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે માતાનેલાલ રંગ વધુ પ્રિય હોય છે તેથી શારદીય નવરાત્રીમાં પૂજામાં લાલ રંગનો સમાવેશ કરવો જોઈએ. ઘટસ્થાપન અને માતાની સ્થાપના કરતી વખતે લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરો. આ સાથે જ પૂજામાં લાલ ચુંદડી અને કુમકુમનો ચાંદલો પણ લગાવવામાં આવે છે.
નવરાત્રીમાં લાલ ચુંદડી: નવરાત્રી દરમિયાન માતાને લાલ ચુંદડી પણ ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે માતાને ક્યારેય ખાલી ચુંદડી ન ચઢાવો. તેની સાથે બદામ, ફળ, મીઠાઈ અને નારિયેળ વગેરે અર્પણ કરવાનું ધ્યાન રાખો.
નવરાત્રીમાં અખંડ જ્યોત: કહેવાય છે કે, અખંડ જ્યોતિ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તેથી નવરાત્રી (Shardiya navratri 2022) દરમિયાન ઘરમાં અખંડ જ્યોતિ ચોક્કસ પ્રગટાવવામાં આવે છે. એટલું જ નહીં, અખંડ જ્યોતિ પહેલાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યોત માટે માત્ર માટી કે પિત્તળનો દીવો જ વાપરવો જોઈએ. સાથે જ કહેવાય છે કે, ગાયના ઘીથી દીવો પ્રગટાવવામાં આવે તો સારું માનવામાં આવે છે.