ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યા - નાસિક આત્મહત્યા

નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ (Online Study) ન કરવા બદલ એક મહિલા (Woman) એ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા (Son Murder) કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી હતી.

અરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યા
અરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યા

By

Published : Aug 11, 2021, 2:50 PM IST

  • મહારાષ્ટ્રના નાસિકમાં ચોંકાવનારી ઘટના
  • પુત્રની હત્યા બાદ માતાએ કરી આત્મહત્યા
  • ઓનલાઇન અભ્યાસ ન કરતો હોવાથી માતાને આવ્યો ગુસ્સો

મહારાષ્ટ્ર: નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ (Online Study) ન કરવા બદલ એક મહિલા (Woman) એ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા (Son Murder) કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી.

માતાએ પુત્રનું ગળું દબાવીને કરી હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પાથરડી ફાટા વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ફાંસી લગાવી લીધી હતી. અગાઉ, તેણે કથિત રીતે તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી કારણ કે, તે ઓનલાઇન અભ્યાસ કરતો ન હતો, જેનાથી મહિલા ગુસ્સે થઈ હતી.

માતા-પુત્રના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી

પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે બંને ઘટના બની ત્યારે મહિલાના માતા -પિતા ઘરમાં હાજર હતા. પોલીસે કહ્યું કે, તેમને માતા-પુત્રના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી છે અને કહ્યું છે કે, તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા જોઈએ.

કિશોરીએ નવી મુંબઈમાં માતાની કરી હત્યા

અગાઉ નવી મુંબઈમાં, 15 વર્ષની કિશોરીએ કથિત રીતે તેની માતાને કરાટેના પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યું કે, કિશોરીએ બાદમાં તેને અકસ્માતે મોતનો કેસ કહેવાનો પ્રયાસ કર્યો હતો.

30 જુલાઈએ નવી મુંબઈના એરોલી વિસ્તારની ઘટના

આ ઘટના 30 જુલાઈએ નવી મુંબઈના એરોલી વિસ્તારમાં બની હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરી અને તેની માતા (40) વચ્ચે સતત લડાઈ ચાલતી હતી કારણ કે, મહિલા ઈચ્છતી હતી કે, તેની દીકરી મેડિકલ કોર્સ કરે પરંતુ કિશોરી તેમ કરવાનો ઈન્કાર કરી રહી હતી.

આ પણ વાંચો:મુંબઈના એક અક્સ્માતનો CCTV ફુટેજ

પૂછપરછ દરમિયાન યુવતીએ સ્વીકાર્યું

30 જુલાઇએ કિશોરીએ પોલીસને જાણ કરી હતી કે, તેની માતા પડી જવાને કારણે મૃત્યુ પામી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પૂછપરછ દરમિયાન યુવતીએ સ્વીકાર્યું કે તેની માતા સાથેની લડાઈ બાદ તેણે કરાટે બેલ્ટથી તેનું ગળું દબાવી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details