ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માર મારવાથી થયું હતું પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો - યુપી પોલીસ

કાનપુર (Kanpur)ના વેપારી મનીષ ગુપ્તા (Manish Gupta)ના ગોરખપુર (Gohrakhpur)ની એક હોટલમાં મોત થયેલા મોત પર યુપી પોલીસની કાર્યવાહી પર હવે વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે. મનીષ ગુપ્તાના (Manish Gupta Gorakhpur) મોતનો આરોપ પરિવારે પોલીસ કર્મચારીઓ પર લગાવ્યો છે. આ કેસમાં યુપી પોલીસના અધિકારીઓની સાથે પીડિત પરિવારની મીટિંગનો એક વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે પ્રોપર્ટી ડીલર (Property Dealer) મનીષ ગુપ્તાનું મોત માર મારવાના કારણે થયું છે. હવે પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

માર મારવાથી થયું હતું પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનું મોત
માર મારવાથી થયું હતું પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનું મોત

By

Published : Sep 30, 2021, 2:04 PM IST

  • પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે
  • માર મારવાથી મનીષનું મોત થયું હોવાની પુષ્ટિ
  • કાનપુરની હોટલમાં પોલીસે માર્યો હતો માર, 6 પોલીસવાળા સસ્પેન્ડ

કાનપુર: વેપારી મનીષ ગુપ્તા (Manish Gupta Gorakhpur)ના ગોરખપુરની એક હોટલમાં મોત પર યુપી પોલીસ (UP Police)ની કાર્યવાહીને લઇને વધારે સવાલો ઉભા થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ (Postmortem Report) પ્રમાણે પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તા (Property Dealer Manish Gupta)નું મોત માર મારવાના કારણે થયું છે. લગભગ આખા શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. કોણી, માથા અને સ્નાયુઓમાં ગંભીર ઈજાઓ થઇ છે.

ઉત્તર પ્રદેશ પોલીસના મોટા અધિકારીઓ પર પણ પ્રશ્ન ઉઠ્યો

ઉલ્લેખનીય છે કે ગોરખપુરની એક હોટલમાં કાનપુરના વેપારી યુવકના મોત બાદ યુપી પોલીસ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મૃતકના પરિવારનો આરોપ છે કે વેપારી યુવકને પોલીસવાળાઓએ બેરહેમીથી માર માર્યો હતો. બીજી તરફ હવે આ મામલે વાયરલ થઈ રહેલા એક વિડીયોથી ઉત્તર પ્રદેશ પોલીસના મોટા અધિકારીઓ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે કાનપુરના 38 વર્ષના પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનું મંગળવારના રોજ ગોરખપુરની એક હોટલમાં મોત થયું હતું. એ પોલીસવાળાઓ પર આરોપ લાગ્યો છે જેઓ હોટલના રૂમમાં આરોપીઓની શોધ કરવાનો દાવો કરીને ઘૂસ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત રીતે હુમલો કર્યા બાદ વેપારી યુવકનું મોત થયું. જ્યારે આ ઘટનાને લઅને વિવાદ વધ્યો તો 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પરિવાર સાથે પોલીસની વાત કરવાની રીતની ટીકા

આ દરમિયાન મનીષ ગુપ્તાના પરિવારની સાથે ડીએમ અને એસએસપીએ મીટિંગ કરી. મીટિંગ દરમિયાન તેમણે જે પણ કહ્યું તે યુપી પોલીસની કાર્યવાહી પર જ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પરિવારને અધિકારીએ કોર્ટમાં કેસ લાંબા સમય સુધી ચાલવાની વાત કહી છે. સાથે જ પોલીસની વાત કરવાની રીત પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદથી યુપી પોલીસની ભારે ટીકા થઈ રહી છે.

એસએસપીએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષી ગુપ્તાએ કહ્યું છે કે, તેમના પતિને 6 પોલીસવાળાઓએ મારી નાંખ્યા છે. પોલીસે કહ્યું, ફરજમાં બેદરકારી બદલ 6 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગોરખપુર એસએસપી વિપિન તાડાએ કહ્યું કે, "એક હોટલના રૂમમાં દરોડા દરમિયાન બેદરકારી બદલ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તેને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ઇજાઓથી મૃત્યુ પામ્યો હતો. એસપી નોર્થ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે."

આ પણ વાંચો: Mahant Narendra Giri case મામલે CBIએ રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિની 8 કલાક પૂછપરછ કરી

આ પણ વાંચો: રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details