બિહાર :એક પેસેન્જર દિલ્હીથી બેંગકોકની ફ્લાઈટમાં ચડ્યો હતો, પરંતુ તેને કોલકાતામાં ઉતારી દેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં એરલાઈન્સને 5.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં પેસેન્જર સર્વિસમાં ભૂલને કારણે મુઝફ્ફરપુર કન્ઝ્યુમર કમિશને એર ઈન્ડિયા પર 5.5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
એર ઈન્ડિયાને રુ.5 લાખનો દંડ :મુઝફ્ફરપુર કન્ઝ્યુમર કમિશને આ રકમ જિલ્લાના પારુના રહેવાસી આદિત્યને ચૂકવવાનો આદેશ આપ્યો છે. દંડની રકમ પીડિતને 45 દિવસની અંદર ચૂકવવાની રહેશે. પારુના રહેવાસી આદિત્યનો ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં બિઝનેસ છે. બિઝનેસના સંબંધમાં તેણે તેના એક સાથી સાથે દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક સુધીની ટિકિટ બુક કરાવી હતી.
મુસાફરને અધવચ્ચે ઉતાર્યો : આદિત્ય અને તેનો મિત્ર ફ્લાઈટ પકડવા માટે ગૌતમ બુદ્ધનગરથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ બેંગકોક જવા માટે પ્લેન પકડ્યું. આ પ્લેન દિલ્હીથી કોલકાતા થઈને બેંગકોક જવાનું હતું. પરંતુ જ્યારે પ્લેન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી કોલકાતા એરપોર્ટ પહોંચ્યું, ત્યારે બંને મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર જ ઉતારી દેવામાં આવ્યા હતા.
કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ :એર ઈન્ડિયાએ મુસાફરને બેંગકોક લઈ જવાની અસમર્થતા દર્શાવી ત્યારબાદ આદિત્ય તેના મિત્ર સાથે કોલકાતાથી બીજી ફ્લાઈટ લઈને દિલ્હી પરત ફર્યો હતો. ત્યાંથી તેઓ ગૌતમ બુદ્ધનગર પાછા ફર્યા અને આદિત્યએ મુઝફ્ફરપુર સ્થિત ઘરે પરત ફર્યા બાદ ફેબ્રુઆરી 2022 માં ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.
એર ઈન્ડિયાનો ખુલાસો : કન્ઝ્યુમર કમિશનમાંસુનાવણી દરમિયાન એર ઈન્ડિયાએ જણાવ્યું કે, આદિત્ય અને તેના મિત્ર પાસે થાઈલેન્ડના બોર્ડિંગ પાસ અને કોવિડ રસીકરણ પ્રમાણપત્ર નથી. ગ્રાહક આયોગે એર ઈન્ડિયાની દલીલને ફગાવી દેતા કહ્યું કે, જો મુસાફર પાસે આ બે વસ્તુઓ ન હોય તો તેમની ટિકિટ જ બુક થવી ન જોઈએ. આ રીતે નવી દિલ્હીથી લોકોને લઈ જઈને કોલકાતા એરપોર્ટ પર ઉતારવા એ સેવામાં ભૂલનો મામલો છે.
કન્ઝ્યુમર કોર્ટનો ચુકાદો :ગ્રાહક આયોગના અધ્યક્ષ પીયૂષ કમલ દીક્ષિત, સભ્ય અનુસુઈયા અને સુનીલ કુમાર તિવારીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે નવી દિલ્હીથી બેંગકોક અને કોલકાતાથી નવી દિલ્હીની રિટર્ન ટિકિટની કિંમત ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટિકિટની કિંમત પેસેન્જરને વ્યાજ સાથે ચૂકવવી જોઈએ.
- કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે વધી રહેલા હાર્ટ એટેકના મામલે સર્વે અને તપાસની કરી માંગ
- આજથી દિલ્હી વિધાનસભાનું સત્ર, સંસદમાં થયેલી ઘટનાને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત