ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પતિ બન્યો હત્યારો: પત્નીની સાથે બે માસૂમ પુત્રીઓની પણ કરી હત્યા - ઉદયપુર

ઉદયપુર જિલ્લામાં સોમવારે એક પિતાએ તેની બે પુત્રીઓ અને પત્નીની હત્યા (Murder Case in Udaipur) કરી નાખી. વાસ્તવમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે પતિએ પત્ની અને બાળકોને પથ્થરો વડે માર મારીને મારી નાખ્યા.

પતિ બન્યો હત્યારો: પત્નીની સાથે બે માસૂમ પુત્રીઓની પણ કરી હત્યા
પતિ બન્યો હત્યારો: પત્નીની સાથે બે માસૂમ પુત્રીઓની પણ કરી હત્યા

By

Published : Jun 6, 2022, 12:16 PM IST

ઉદયપુર: ઉદયપુર જિલ્લાના કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક પિતાએ તેની બે પુત્રી અને પત્નીની હત્યા (Murder Case in Udaipur) કરી. કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના સબુરી ગામમાં એક વ્યક્તિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. થોડા સમય પછી બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આરોપીએ તેની બંને પુત્રીઓ અને પત્નીને પથ્થરો વડે માર મારીને (Husband killed His Wife And Daughters) મારી નાખ્યા. ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:અંધારામાં ડ્રાઈવરે પરિવારની માથે ચડાવી દીધી ટ્રક, 3 વર્ષના ભૂલકાનો લિધો ભોગ

મોટા પુત્ર એ સમગ્ર ઘટના જોઈ હતી:પોલીસે કહ્યું કે, પતિ સાથે ઝઘડો કર્યા બાદ પત્ની તેની નાની માસૂમ પુત્રીઓ સાથે ઘરના આંગણામાં સૂતી હતી. આ દરમિયાન આરોપી પતિ ત્યાં આવ્યો અને બંને બાળકીઓ નાની, સુમિત્રા અને પત્ની કાલીને પથ્થરો વડે માર (Husband killed His Wife And Daughters) માર્યો. આ ઘટના સમયે આરોપીના અન્ય બે બાળકો પણ હાજર હતા. જેમાંથી એક મોટો પુત્ર આ સમગ્ર ઘટના જોઈને ઘરની બહાર નીકળી ગયો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ અને FSLની ટીમે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details