- બેંગલુરુ દક્ષિણના સાંસદે નગરપાલિકા તંત્ર પર કર્યા આક્ષેપ
- નગરપાલિકાના અધિકારીઓ લાંચ લઈ બેડ આપે છેઃ તેજસ્વી સૂર્યા
- બેંગલુરુમાં કોરોનાના દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી પડે છેઃ તેજસ્વી સૂર્યા
બેંગલુરુઃ વર્તમાન સમયમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં પણ કોરોનાના દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. બેંગલુરુ દક્ષિણથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સ્થાનિક ધારાસભ્ય સતીષ રેડ્ડી અને રવિ સુબ્રમણ્યાએ કોરોના કાળમાં હોસ્પિટલ્સમાં બેડ ન મળવા માટે નગરપાલિકાને જવાબદાર ઠેરવી છે. સૂર્યાએ મેડિકલ વ્યવસ્થામાં ધાંધલીને લઈને મ્યુનિસિપલ અધિકારીઓ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, નગરપાલિકાના અધિકારીઓ લોકો પાસેથી લાંચ લઈ બેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
આ પણ વાંચોઃભાવનગર કોર્ટમાં કોરોનાને પગલે તંત્ર અને સરકાર સામે દાવો : જવાબદારોને હાજર રહેવા ફરમાન
સાંસદની ફરિયાદ પર 2 લોકોની ધરપકડ કરાઈ