- મુંબઈમાં LPG ગોડાઉનમાં આગ લાગતાં 4 ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને સારવાર માટે કૂપર હોસ્પિટલ ખસેડાયાં
- ફાયરબ્રિગેડની 16 ગાડી આગને કાબૂમાં લાવી રહી છે
મુંબઈઃમુંબઈના વર્સોવા વિસ્તારમાં બુધવારે સવારે એલપીજીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના કારણે અનેક સિલિન્ડર ફાટી ગયા હતા. આગના કારણે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને કૂપર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 16 ગાડીઓ પહોંચી હતી.
આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ
ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં કેટલાક વીડિયોમાં સિલિન્ડર બ્લાસ્ટ સ્પષ્ટ સંભળાચ છે. આ આગ સવારે 10.10 વાગ્યે લાગી હતી. જોકે આ ગોડાઉનમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવે છે. સિલિન્ડરના કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાય છે. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ગોડાઉનની આસપાસ રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે.