નવી દિલ્હી: ICC T20 વર્લ્ડ કપ 2022 સમાપ્ત થઈ ગયો છે. (Dhoni can get big responsibility) આ વર્લ્ડ કપમાં જ્યાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યાં બીજી વખત આ ખિતાબ હાંસલ કર્યો હતો. બીજી તરફ ભારતીય ટીમમાટે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રહી હતી, પરંતુ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય (MS Dhoni in BCCI) ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગયા બાદ અને મોટી ટૂર્નામેન્ટમાં સતત નિષ્ફળ રહ્યા બાદ મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
ધોનીના ચાહકો માટે ખુશખબર, માહીની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે વાપસી - ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ
BCCIએ (MS DHONI MAY RETURN IN TEAM INDIA) ટીમ ઈન્ડિયાને T20 ફોર્મેટમાં સુધારવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને મહેન્દ્ર સિંહ ધોનીના (Mahendra Singh Dhoni) હાથમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ધોની IPL માંથી સંન્યાસ લઈ શકે છે:આ તૈયારીઓ વચ્ચે BCCI ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ (Mahendra Singh Dhoni) ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. હકીકતમાં જો રિપોર્ટ્સનું માનીએ તો ધોની ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મહેન્દ્ર સિંહ ધોની IPL 2023ની રમતમાંથી સંન્યાસ લઈ શકે છે. જે બાદ BCCI તેને તેના અનુભવ અને ટેકનિકનો યોગ્ય ઉપયોગ કરવા માટે મોટી જવાબદારી આપી શકે છે.
BCCI ની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા:મેનેજમેન્ટ માટે બોર્ડ કોચની ભૂમિકાને વહેંચવા માંગે છે. (Dhoni return to Team India) તેથી બોર્ડ ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને કારણે ભારતીય ટીમના ટી20 નિષ્ણાત એમએસ ધોનીને ડિરેક્ટરની ભૂમિકા આપી શકે છે. જોકે, ધોનીને ક્યારે અને કયા ફોર્મેટ માટે જવાબદારી સોંપવામાં આવશે તે અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે.