ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના સૌથી મોટા બાબાની દુષ્કર્મના આરોપમાં થઈ ધરપકડ - મિર્ચી બાબા

હંમેશા ચર્ચામાં રહેતા મિર્ચી બાબાને ભોપાલ-ગ્વાલિયર પોલીસે સંયુક્ત કાર્યવાહી (Mirchi Baba Rape Case) કરીને ગ્વાલિયરની એક હોટલમાંથી ધરપકડ કરી છે. મિર્ચી બાબા પર દુષ્કર્મનો આરોપ છે. વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબા પણ કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, જેમની વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાયેલો છે.

દેશના સૌથી મોટા બાબાની બળાત્કારના આરોપમાં થઈ ધરપકડ
દેશના સૌથી મોટા બાબાની બળાત્કારના આરોપમાં થઈ ધરપકડ

By

Published : Aug 9, 2022, 11:22 AM IST

Updated : Aug 9, 2022, 11:57 AM IST

ભોપાલ:ગ્વાલિયર. કમલનાથ સરકારમાં મંત્રી રહેલા વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની દુષ્કર્મના આરોપમાં (Mirchi Baba Rape Case) ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે સવારે ભોપાલ પોલીસની ટીમ ગ્વાલિયર પહોંચી હતી, જ્યાં ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે બાબાને એક હોટલમાંથી પકડવામાં આવ્યો છે. મિર્ચી બાબાની ધરપકડ કરીને ભોપાલ પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે.

મિર્ચી બાબા હોટલમાંથી ધરપકડ :મિર્ચી બાબા વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મિર્ચીએ બાળકને જન્મ આપવાના બહાને ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ભોપાલ પોલીસની ટીમ આરોપી મિર્ચી બાબાને પકડવા માટે ગઈકાલે રાત્રે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં સવારે બાબાને એક હોટલમાંથી ધરપકડ કરીને તેની સાથે ભોપાલ લઈ જવામાં આવ્યો છે.

Last Updated : Aug 9, 2022, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details