- માતાએ તેની ચાર પુત્રીને તળાવમાં ફેંકી દીધી
- પાણીમાં ડૂબી જવાથી ત્રણ પુત્રીના મોત
- એક યુવતી કોઈક રીતે પોતાનો જીવ બચાવીને નાસી છુટી
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ (gopalganj)જિલ્લામાંથી એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કળીયુગમાં માતાએ તેની ચાર પુત્રીને તળાવમાં ફેંકી દીધી. પાણીમાં ડૂબી જવાથી ત્રણ પુત્રીના મોત જ્યારે એક યુવતી કોઈક રીતે પોતાનો જીવ બચાવીને નાસી છુટી. તેની સારવાર UPની પદરાઉના સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
ચારગૈયાના ખાડામાં એક પછી એક દીકરીને ફેંકી દીધી
ઘટના કટેયા પોલીસ સ્ટેશન વિસ્તારના કૌલરાહી ગામની છે. જ્યાં અસલમ મિયાંની પત્ની બક્રીદ નિમિત્તે ફરવાનાં બહાને તેની ચાર માસૂમ છોકરીઓને ઘરે લઈ ગઈ હતી અને ગૌરા ગામ નજીક આવેલા ચારગૈયાના ખાડામાં એક પછી એક દીકરીને ફેંકી દીધી હતી. જે બાદ તે સ્થળ પરથી ભાગી ગઈ હતી. આ ઘટનામાં બે વર્ષીય તૈયબા, મુસૈબા અને-ગુલાબસરનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા : માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 2 બાળકીઓનો બચાવ