ધમતરીઃ ભારતીય સમાજમાં ઘણી વખત દુષ્કૃત્યોના કારણે સ્ત્રીઓનું બલિદાન (Sacrifice of women) આપવામાં આવે છે. પરંતુ હવે ધમતરીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઘણી વખત જોવા મળે છે કે, પુત્રવધૂ વિધવા થયા બાદ સાસરીયાઓ દ્વારા તેને ત્રાસ (Torture of in-laws) આપવામાં આવે છે, પરંતુ ધમતરીમાં સાસુએ પોતાની વિઘવા પુત્રવધૂના બિજા લગ્ન શિવ મંદિરમાં કાયદેસર રીતે કરાવ્યા હતા. જે સમાજમાં પરિવર્તનનું ઉદાહરણ રજૂ કરે છે. અહીં એક સાસુએ પોતાની વિધવા પુત્રવધૂના લગ્ન કરાવ્યા છે.
સાસુએ નિભાવી માતાની ફરજ, કરાવ્યા વિધવા પુત્રવધૂના લગ્ન આ પણ વાંચો:femina miss india 2022: સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો
અનોખી સાસુ: 32 વર્ષીય કૃતિલતા સિન્હા અને 40 વર્ષીય દુર્ગેશ સિન્હાએ ધમતરીના રિસાઈ પારાના નાગેશ્વર મંદિરમાં લગ્ન કર્યા છે. બે વર્ષ પહેલા કૃતિના પતિ ગજેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. કૃતિ તેના 5 વર્ષના બાળક સાથે એકલી રહેતી હતી. જ્યારે અઢી વર્ષ પહેલા ભિલાઈના રહેવાસી દુર્ગેશની પત્નીનું કોઈ ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. કૃતિલતાએ પોતાનું બાકીનું જીવન એકલા વિતાવવાનું મન બનાવી લીધું હતું. જો કે, કૃતિની સાસુ યમુના દેવીએ તેની પુત્રવધૂના ફરીથી લગ્ન (widow daughter in law married in Dhamtari) કરવાનો નિર્ણય કર્યો. કૃતિને સમજાવવી અને પછી સમાજને આ વિધવા લગ્નનો સ્વીકાર કરાવવો એ એક મોટો પડકાર હતો, પરંતુ કોઈક રીતે કૃતિને મનાવીને સાસુએ તેના ફરીથી લગ્ન કરાવી દીધા.
આ લગ્નથી કૃતિલતા સિન્હા ખુશઃકન્યા કૃતિલતા સિન્હાએ કહ્યું કે, હું બીજા લગ્નથી ખુશ છું. જ્યારે મારી સાસુએ બીજા લગ્ન માટે કહ્યું, ત્યારે હું પહેલા તો તૈયાર ન હતી. ઘણો સમય લાગ્યો મનને મનાવામાં પરંતુ અંતે હું મારા સાસુના કહેવાથી બીજા લગ્ન માટે સંમત થઈ ગઈ.
આ પણ વાંચો:પાકિસ્તાનની ISI માટે કરતો હતો જાસૂસી અને...
બીજા લગ્ન વિશે વરરાજાએ શું કહ્યું:આ લગ્ન પ્રસંગે વરરાજા દુર્ગેશ સિન્હાએ કહ્યું કે, હું ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં (Bhilai steel plant) કામ કરું છું. મારી પહેલી પત્નીનું ગંભીર બીમારીને કારણે બે વર્ષ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની પહેલ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. કારણ કે, એકલા વ્યક્તિનું જીવન પીડાદાયક બની જાય છે. જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ જીવનસાથીની જરૂર પડે છે. તેથી જ આવી પહેલ કરવી જોઈએ.
સાસુ યમુના દેવીએ વ્યક્ત કરી ખુશી:કૃતિલતા સિન્હાના સાસુ યમુના દેવી સિન્હાએ કહ્યું કે, તેમનો પુત્ર હવે આ દુનિયામાં નથી. મારી પુત્રવધૂને પાંચ વર્ષનો બાળક છે (daughter-in-law has a 5 year old child) અને તેની આખી જિંદગી બાકી છે, તેથી મેં આવો નિર્ણય લીધો અને તેને માતા તરીકે વિદાય આપી. મે તેના લગ્ન શિવ મંદિરમાં કરાવવાનો નિર્ણય લીઘો.વકીલ પાર્વતી બધવાણીએ જણાવ્યું કે, આજે નાગેશ્વર મંદિરમાં એક વિધવા અને વિધુરના લગ્ન થઈ રહ્યા છે. કૃતિલતાના સાસરિયાઓએ વિચાર્યું કે, તેમની પુત્રવધૂ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છે. તેથી તેણે તેની પુત્રવધૂના લગ્ન કરવાનું નક્કી કર્યું. આ ખૂબ જ સારી પહેલ છે. સમાજે તેનું સ્વાગત કરવું જોઈએ.