ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2022, 10:20 PM IST

ETV Bharat / bharat

Kashmir militant attacks: શ્રીનગર હુમલામાં શહીદ થયેલા CRPF જવાનના પાર્થિવ દેહ આજે વતન પહોંચશે

વિશાલે (CRPF trooper killed in Maisuma militant attack) 2009માં બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રીઓ છે. મોટી દીકરી 7 વર્ષની છે, નાની દીકરી 4 વર્ષની છે. આ દુઃખદ સમાચાર બાદ ગ્રામજનો અને સંબંધીના હૈયા હચમચી ગયા છે.

Kashmir militant attacks: શ્રીનગર હુમલામાં શહીદ થયેલા CRPF જવાનના પાર્થિવ દેહ આજે વતન પહોંચશે
Kashmir militant attacks: શ્રીનગર હુમલામાં શહીદ થયેલા CRPF જવાનના પાર્થિવ દેહ આજે વતન પહોંચશે

મુંગેર (બિહાર): શ્રીનગરમાં સોમવારના આતંકવાદી હુમલામાં (Kashmir militant attacks ) શહીદ થયેલા CRPF જવાનના પાર્થિવ દેહ મંગળવારે (Vishal Kumar CRPF trooper killed by militants ) બિહારના મુંગેર જિલ્લામાં તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Attack in Jammu and Kashmir: ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત, 21 ઘાયલ

10 દિવસ પહેલા પરિવાર સાથે: મુંગેરના વતની શહિદ વિશાલ કુમાર જે 10 દિવસ પહેલા પરિવાર સાથે હોળીની ઉજવણી કરીને ફરજ પર પાછા ફર્યા હતા. સોમવારે લાલ ચોકના મૈસુમા વિસ્તારમાં એક સાથી જવાન સાથે હતા ત્યારે આતંકવાદીઓએ ગોળી બાર કરતા જવાનને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં શ્વાસ છોડ્યો હતો. જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવશે. શામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોચીમાં વિશાલ કુમારના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

2003માં CRPFમાં ભરતી થયો: વિશાલ કુમારના શહિદ થયાના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો હતો. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. વિશાલ તેના ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. તેના ભાઈ ઘનશ્યામ મંડલે જણાવ્યું કે, વિશાલ 2003માં CRPFમાં ભરતી થયો હતો. તે ગયા મહિને હોળીના દિવસે ઘરે આવ્યો હતો અને 25 માર્ચે ફરજ પર પાછો ફર્યો હતો.

આ પણ વાંચો:Encounter: કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

વિશાલે 2009માં બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રીઓ છે. મોટી દીકરી 7 વર્ષની છે, નાની દીકરી 4 વર્ષની છે. આ દુઃખદ સમાચાર બાદ ગ્રામજનો અને સંબંધીના હૈયા હચમચી ગયા છે. એસપી જેજે રેડ્ડીએ કહ્યું કે માહિતી મળી છે કે, શહીદ જવાનનો પાર્થિવ દેહ મંગળવારે રાત્રે 10:00 વાગ્યા સુધીમાં મુંગેર પહોંચશે. વિશાલ સાથે, બિહારના વધુ બે જવાનો રવિવારે કાશ્મીરમાં થયેલા ચાર હુમલાઓમાં શહિદ થયા છે.

ABOUT THE AUTHOR

...view details