- ઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગૂ
- 5થી વધુ લોકોના એકત્રિત થવાં પર પ્રતિબંધ
- ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો આ નિર્ણંય
લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે યુપી સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. યુપીમાં સભામાં 5થી વધુ લોકોને ભેગા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સંદર્ભે મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકોને નવા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસને પગલે જનતા કરફ્યૂઃ રાજસ્થાનમાં 31 માર્ચ સુધી લૉક ડાઉન, CM અશોક ગેહલોતે કરી જાહેરાત
એક જગ્યાએ 5થી વધુ લોકોની સંખ્યા પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશમાં ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીઓ માટે નામાંકનનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વધતા જતા કોવિડ -19 સંક્રમણને ધ્યાનમાં રાખીને અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ તમામ જિલ્લાઓના જિલ્લા કલેકટર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવ્યો છે, જેમાં હવે જાહેર સભા માટે 5થી વધુ લોકોના એકત્રીકરણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓમાં કલમ 144 લાદવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: આજથી સમગ્ર ભારતમાં જનતા કરફ્યૂ જાહેર, કોરોનાથી 5ના મોત 315 કેસ પોઝિટિવ
જાહેર કાર્યક્રમોમાં 100 થી વધુ ભીડ પર પ્રતિબંધ
પંચાયતની ચૂંટણીમાં પ્રચાર માટેની સભામાં 5થી વધુ વ્યક્તિઓ એકઠા ન થવા જોઈએ અને જાહેર કાર્યક્રમોમાં 100થી વધુ લોકોના ટોળા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ માટે સોમવારે જનાદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ તરફથી આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.