- વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે તેઓ આ બિલ બાબતે સરકારના સપોર્ટમાં છે
- લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા આ બિલને મંજૂરી આપવાની બાકી છે
- લોકસભામાં ઓબીસી અનામતના લીસ્ટ બનાવવાના સંબંધે એક બિલ પેશ કરવામાં આવ્યું
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ મુદ્દાઓ પર સંસદના બન્ને સદનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો જોવા મળી રહ્યો છે, પરંતું સોમવારે પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો, જો કે ફરી આવો માહોલ અચાનક બદલાઇ ગયો અને વિપક્ષ સત્તા પક્ષના સમર્થનમનાં આવી ગઇ છે. સોમવારે મોદી સરકાર તરફથી લોકસભામાં ઓબીસી અનામતના લીસ્ટ બનાવવાના સંબંધે એક બિલ પેશ કરવામાં આવ્યું હતું. વિપક્ષે આ બિલને લઇને મોદી સરકારને પુરુ સમર્થન આપ્યું અને કહ્યું કે, આ એક જરૂરી અને સાચો નિર્ણય છે.
આ પણ વાંચો- લોકસભામાં હંગામો વચ્ચે 127 મો બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ, વિપક્ષે કહ્યું - લોકશાહીની હત્યા
રાજ્યને ઓબીસીનું લીસ્ટ બનાવવા માટે વધુ અધિકાર મળશે
આ બિલના પાસ થવાથી રાજ્યને ઓબીસીનું લીસ્ટ બનાવવા માટે વધુ અધિકાર મળશે. આનો સીધો ફાયદો સામાન્ય લોકો પર પડશે અને સરકારી યોજનાઓનો વધુથી વધુ લાભ એ બધી લાભાર્થીઓ સુધી પહોંચી શકશે જે સાચા અર્થમાં આના હકદાર છે.
પક્ષ અને વિપક્ષ ઓબીસી અનામતના આ બિલ પર એક થઇ ગયા છે
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે(Union Cabinet) આ બિલને લઇને પોતાની સહમતિ આપી હતી. ભલે, સત્તા પક્ષ અને વિપક્ષ ઓબીસી અનામતના આ બિલ પર એક થઇ ગયા છે, પણ એ સમજવું અને જાણવું જરૂરી છે કે, આખરે મોદી સરકાર મોનસૂન સત્રમાં જ આ બિલને કેમ લઇને આવી છે? અને આની અસર રાજ્ય અને સામાન્ય લોકો પર શું થશે?
ઓબીસી અનામત સાથે જોડાયેલા આ બિલમાં શું છે
હવે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ઓબીસી અનામત સાથે જોડાયેલા આ બિલની ખાસ વાત શું છે? જો કે, સોમવાર 9 ઓગસ્ટે મોદી સરકાર ઓબીસી અનામત સાથે જોડાયેલું એક બિલ લોકસભામાં રજૂ કર્યું. આ 127મું સંવિધાન સંશોધન બિલ છે. આને આર્ટિકલ 342A(3) હેઠળ લાગુ કરવામાં આવશે. આ બિલના પાસ થયા પછી રાજ્ય સરકારને એ અધિકાર મળશે કે તેઓ પોતાની મરજી મુજબ ઓબીસી સમુદાયનું લિસ્ટ તૈયાર કરી શકશે. આ બિલના પાસ થયા પછી રાજ્યને ઓબીસી સમુદાયનું લીસ્ટ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર પર નિર્ભર નહી રહેવું પડે.