- સંસદનું ચોમાસું સત્ર (Monsoon session of Parliament) આજથી શરૂ થયું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંસદ ભવન (Parliament) પહોંચી મીડિયાને કર્યું સંબોધન
- વડાપ્રધાને દેશવાસીઓને કોરોનાની વેક્સિન (Corona Vaccine) લેવાના સાથે કહ્યું કે, ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર આજે (સોમવાર) સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, તમામ દેશવાસીઓ કોરોનાની વેક્સિન (Corona Vaccine) લઈ લે.
આ પણ વાંચો-Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર પહેલા તમામ પક્ષની બેઠક
વેક્સિન લેનારા તમામ બાહુબલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ કહ્યું હતું કે, આશા રાખું છું કે, તમામ લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો હશે. વેક્સિન તમારા હાથ પર લાગે છે અને જ્યારે વેક્સિન લઈ લો છો ત્યારે તમે બાહુબલી (Baahubali) બની જાઓ છો. અત્યાર સુધી દેશમાં 40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બની ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંસદ ભવન (Parliament) પહોંચી મીડિયાને કર્યું સંબોધન આ પણ વાંચો-શા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં લડશે ?
સાંસદોના તીખા અને ધારદાર સવાલોનું સ્વાગત છેઃ વડાપ્રધાન
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય. કોરોના કાળમાં પણ સંસદમાં સાર્થક ચર્ચા થાય. કોરોના પર વિસ્તૃત ચર્ચા કરી શકીએ છીએ. ગૃહ સુવિધાજનક રીતે ચાલે તેવી આશા કરીએ છીએ. આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે, ગૃહમાં સાંસદોના તીખા અને ધારદાર સવાલોનું સ્વાગત છે. આ મહામારીએ પૂરા વિશ્વને પોતાની ઝપેટમાં લીધી છે. આ માટે અમે ઈચ્છીએ છીએ કે, આ મહામારીના સંબંધમાં સાર્થક ચર્ચા થાય. દરેક વ્યવહારિક સૂચનોને મળે જેથી મહામારી સામે લડાઈમાં નવું આવી શકે અને અછતોને પણ દૂર કરી શકાય.
સંસદમાં વિપક્ષ સરકારને જવાબ આપવાની તક આપેઃ વડાપ્રધાન
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ ગૃહ પરિણામકારી, સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય. દેશની જનતા જે જવાબ માગે છે કે, તેઓ જવાબ આપવાની સરકારની પૂરી તૈયારી છે. હું તમામ સાંસદો અને રાજકીય દળોને આગ્રહ કરું છું કે, તેઓ તીખાથી તીખા સવાલ પૂછે, પરંતુ સરકારને શાંત વાતાવરણમાં જવાબ આપવાની તક પણ આપે. જોકે, સંસદ ભવન પહોંચેલા વડાપ્રધાને હાથમાં છત્રી પકડી હતી.