ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Monsoon Session 2021 LIVE UPDATE: ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ, લોકસભાની કાર્યવાહી 26 જુલાઈ સુધી મુલતવી - undefined

Monsoon Session 2021 LIVE UPDATE
Monsoon Session 2021 LIVE UPDATE

By

Published : Jul 23, 2021, 12:03 PM IST

Updated : Jul 23, 2021, 1:16 PM IST

13:15 July 23

પિયુષ ગોયલની બેઠકમાં વિપક્ષી નેતા રહ્યા ન હાજર

  • TMCના સાંસદ શાંતનુ સેનના મુદ્દે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા હાજર રહ્યા ન હતા.

12:33 July 23

લોકસભામાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાનું નિવેદન

  • વડા પ્રધાને ઘણી વખત રસીકરણ કાર્યક્રમને રાજકારણી ન કરવા જણાવ્યું છે. દેશમાં દરેક 18+ નાગરિકોને રસી આપવાનું અમારું લક્ષ્ય છે. આ સમય રાજકારણનો નથી: આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા

12:28 July 23

લોકસભા ગૃહની કાર્યવાહી 26 જુલાઈ સુધી મુલતવી

  •  'પેગાસસ પ્રોજેક્ટ' મીડિયા રિપોર્ટ અને અન્ય મુદ્દાઓને લઈને ગૃહમાં હોબાળો અને વિપક્ષી નેતાઓના વિરોધ વચ્ચે લોકસભા ગૃહની કાર્યવાહી સોમવાર, 26 મી જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે.

12:26 July 23

રાજ્યસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત

  •  TMC સાંસદના હોબાળાના પગલે ફરીથી રાજ્યસભા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

12:07 July 23

લોકસભાની કાર્યવાહી ચાલુ..રાજયસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત કરાઈ

  • ચોમાસું સત્રમાં, પેગાસસ જાસૂસી કૌભાંડ, ખેડુતોનું આંદોલન, બીજી તરંગમાં કોરોનાને કારણે મોતને લઇને બંને ગૃહો હજુ સુધી સરળતાથી ચલાવી શક્યા નથી. ગુરુવારે પરિસ્થિતિ એ તબક્કે પહોંચી ગઈ હતી કે જ્યારે રાજ્ય સભામાં પેગાસસ જાસૂસી કેસ અંગે સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવ નિવેદન આપી રહ્યા હતા, ત્યારે TMCના સાંસદ શાંતનુ સેને નિવેદન કાગળ તેના હાથમાંથી ખેંચી ફાડી નાંખ્યો હતો અને તેને ઉપસભાપતિ તરફ ફેંકી દીધો હતો.

11:52 July 23

રાજ્યસભા અને લોકસભા બંને ગૃહ 12 વાગ્યા સુધી સ્થગિત

  • TMC સાંસદ શાંતનુ સેન વિરુદ્ધ સસ્પેન્શન પ્રસ્તાવ મૂકાયા બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો. તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધ્યક્ષે તેમને બહાર જવા કહ્યું અને ગૃહમાં કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત રાખી 
Last Updated : Jul 23, 2021, 1:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details