ન્યૂઝ ડેસ્ક :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઠગ સુકેશ ચંદ્રશેખરને (Sukesh Chandrashekhar) 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં (Money Laundering Case) કોઈ છૂટ આપવા માંગતું નથી. આ કેસમાં બોલિવૂડની ડાન્સર ગર્લ નોરા ફતેહીને સરકારી સાક્ષી તરીકે રજૂ કરવાની તૈયારી ચાલી (Nora government witnesses) રહી છે. આ (Sukesh Chandrashekhar ED) કેસમાં EDએ સુકેશ અને જેકલીનની પણ ઘણી વખત પૂછપરછ કરી છે. અત્યાર સુધી આ કેસમાં બોલિવૂડમાંથી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીના નામ જ સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, EDની (Enforcement Directorate) પૂછપરછમાં સુકેશે જેકલીન અને નોરા સિવાય આ બોલિવૂડ સ્ટાર્સના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જેકલીન ફર્નાન્ડીઝ
જ્યારે સુકેશ ચંદ્રશેખર (Conman Sukesh) સાથે જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez ED)અંગત તસવીરોએ (Sukesh Chandrashekhar and Jacqueline)ઈન્ટરનેટ પર આગ પકડી ત્યારે, બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો, અને ED પણ એલર્ટ થઈ ગઈ હતી. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે, સુકેશે જેકલીનને ગુચી જિમ વેર, ગુચી શૂઝ, રોલેક્સ ઘડિયાળ, 15 જોડી ઈયરિંગ્સ, પાંચ બિર્કિન બેગ્સ, બ્રાન્ડેડ બંગડીઓ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ લુઈસ વિલટનની બેગ્સ પણ ભેટમાં આપી હતી. આ સિવાય ED દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં સુકેશે જણાવ્યું હતું કે, તેણે જેકલીનના ખાતામાં 1.80 લાખ ડોલર ટ્રાન્સફર પણ કર્યા હતા.
નોરા ફતેહી
આ મામલે બોલિવૂડની આઈટમ ગર્લનોરા ફતેહીનુંબીજું (Sukesh Chandrashekhar and Nora) નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશની પત્ની લીનાએ નોરાને ગિફ્ટમાં BMW કાર આપી હતી, જોકે નોરાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. હવે નોરાને આ કેસમાં સરકારી સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે. અહીં, ED ખૂબ જ ટૂંક સમયમાં જેકલીન અને નોરાને આપવામાં આવેલી ભેટો જપ્ત કરશે.
શ્રદ્ધા કપૂર
સુકેશે પૂછપરછમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધું હતું. સુકેશના નિવેદન અનુસાર, સુકેશ 2015થી શ્રદ્ધા કપૂરને ઓળખે છે. સુકેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી NCB દ્વારા ચલાવવામાં આવેલા ડ્રગ્સ કેસમાં તેણે શ્રદ્ધા કપૂરને મદદ કરી હતી, પરંતુ અભિનેત્રીએ સુકેશના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
શિલ્પા શેટ્ટી