અમેઠી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે અમેઠીમાં 'ભાજપ હટાઓ, મોંઘવારી ભગાવો' પદયાત્રા (Rahul Gandhi's padyatra in Amethi )માં ભાગ લીધો હતો. કોંગ્રેસના જનજાગૃતિ અભિયાન હેઠળ (congress janjagruti abhiyan in up) અમેઠીના જગદીશપુરના રામલીલા મેદાનથી હરિમઊ સુધી લગભગ 6 કિલોમીટરની પદયાત્રા (rahul gandhi foot march in amethi) કાઢવામાં આવી હતી. અમેઠીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi In Amethi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય તીર ચલાવતા કહ્યું કે, નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે જ 3 હુમલા કર્યા છે. જેમાં ખોટો GST, નોટબંધી (demonetization in india) અને કોરોનામાં કોઈને મદદ ન કરવી શામેલ છે.
અમેઠીના લોકોનો માન્યો આભાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, "થોડા દિવસ પહેલા પ્રિયંકા આવી હતી. તેમણે મને કહ્યું કે, લખનૌ જવું છે. અમે તેમને કહ્યું કે, સૌથી પહેલા આપણે આપણા ઘર અમેઠી જઇશું. આજે તમે મારી વાત સાંભળવા અહીં આવ્યા તે માટે તમારો ઘણો-ઘણો આભાર. તમે મારા પરિવારના છો." તેમણે કહ્યું કે, "2004માં હું રાજકારણમાં આવ્યો. પહેલી ચૂંટણી અમેઠીમાં લડી. તમે લોકોએ મને ઘણું બધુ શીખવ્યું."
દેશની સામે મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટા પ્રશ્નો
તેમણે જણાવ્યું કે, "આજની સ્થિતિ તમને દેખાઈ રહી છે. દેશની સામે 2 સૌથી મોટા પ્રશ્ન છે. બેરોજગારી અને મોંઘવારી (unemployment and inflation in india). આ પ્રશ્નોનો જવાબ ન તો ચીફ મિનિસ્ટર આપે છે અને ન તો વડાપ્રધાન." રાહુલ ગાંધીએ કહ્યું કે, "ક્યારેક મોદી ગંગામાં સ્નાન (narendra modi ganga snan) કરશે, ક્યારેક કેદારનાથ જશે અને ક્યારેક હાઈવે પર વિમાન લેન્ડ કરશે. નરેન્દ્ર મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. આજે લદ્દાખમાં ચીની સેના (chinese army in ladakh)એ ભારતની 1000 કિલોમીટર જમીન છીનવી લીધી છે, પરંતુ PM મૌન છે."
મોદીએ સત્તામાં આવતા જ મધ્યમ સ્તરના વપારીઓ પર 3 હુમલા કર્યા