નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના ખાતાધારકો માટે એક સારા સમાચાર આપ્યા છે. સરકારે સોમવારે એક આદેશ જારી કર્યો અને કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ ખાતાધારકોને ગયા વર્ષની સરખામણીમાં 0.05 ટકા વધુ વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે EPFOની ભલામણ પર પણ પોતાની મહોર લગાવી દીધી છે.
6 કરોડથી વધુ ખાતાધારકોને લાભ: સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર આદેશમાં સરકારે તમામ પ્રાદેશિક કચેરીઓને નિર્દેશ આપ્યો છે કે વર્ષ 2022-23 માટે તમામ ખાતાધારકોને 8.15 ટકા વ્યાજ આપવામાં આવે. 6 કરોડથી વધુ ખાતાધારકોને આનો લાભ મળશે. નાણા મંત્રાલયે વ્યાજ દરોમાં વધારો કરવાની EPFO ટ્રસ્ટીની ભલામણને સ્વીકાર્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં જ EPFO ટ્રસ્ટે વ્યાજ દરો વધારવાની ભલામણ કરી હતી. આ સૂચના જારી થયા બાદ તમામ પ્રાદેશિક કચેરીઓએ પણ વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
8.15 ટકાના દરે વ્યાજ ચુકવાશે:કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 28 માર્ચ 2023 ના રોજ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ રીતે EPFOએ તેના છ કરોડથી વધુ સભ્યો માટે વ્યાજમાં નજીવો વધારો કર્યો છે, જે પહેલા 8.10 ટકા હતો. સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર આદેશ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવે EPFOની પ્રાદેશિક કચેરીઓ ગ્રાહકોના ખાતામાં વ્યાજ ઉમેરશે.
ગયા વર્ષે વ્યાજમાં ઘટાડો: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ માર્ચ 2022 માં પીએફ પરના વ્યાજ દરમાં સીધો 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ 4 દાયકામાં સૌથી ઓછું વ્યાજ હતું. નાણા મંત્રાલયે પીએફ ખાતા પર વ્યાજ 8.50 થી ઘટાડીને 8.10 ટકા કરી દીધું છે. જો કે હવે તેને ફરી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. આ વર્ષે પીએફ ખાતામાં વ્યાજ ગત વર્ષ કરતા વધુ હશે.
(ભાષા)
- PF ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા થઈ શરૂ, આ રીતે જાણો બેલેન્સ
- EPFOનું મોટું અપડેટ, નોમિનીએ યોગ્ય રીતે આ ફોર્મ ભરવું અને સબમિટ કરવું