આઇઝોલ (મિઝોરમ): મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે એક તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. આ 40 બેઠકો માટે 174 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પૂર્વોત્તર રાજ્યમાં મતદારો વહેલી તકે મતદાન મથકો પર પહોંચતા જોવા મળ્યાં છે. પહેલા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સરકારી અધિકારીઓએ મતદાન કર્યું. સરકારી અધિકારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું, તો વિકલાંગ લોકો અને વૃદ્ધોને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. સવારે 7 વાગ્યે શરૂ થયેલી આ મતદાન પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યભરમાં 7,200 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 40 બેઠકો પર 174 ઉમેદવારોના ભાવિનો ફેસલો 4.39 લાખ મહિલાઓ સહિત 8.57 લાખથી વધુ મતદારો કરશે. શાંતિપૂર્ણ માહોલમાં અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે અધિકારીઓ દ્વારા તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Mizoram assembly election: મિઝોરમ વિધાનસભા ચૂંટણી, રાજ્યની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ, CM જોરમથાંગાએ પણ કર્યું મતદાન - મિઝોરમ વિધાનસભાની ચૂંટણી
મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં 174 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, મતદાનની પ્રક્રિયા આજે મંગળવારે સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યભરમાં 7,200 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
Published : Nov 7, 2023, 9:12 AM IST
મતદાન મથકો પર સઘન સુરક્ષા:રાજ્યમાં 1,276 મતદાન મથકો અને 149 રિમોટ વોટિંગ કેન્દ્રો છે. આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પરના લગભગ 30 મતદાન કેન્દ્રો સંવેદનશીલ હોવાનું જણાયું છે, સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યભરમાં 7,200 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજી તરફ પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવામાં આવી છે.
મિઝોરમમાં કોની-કોની વચ્ચે ટક્કર: મિઝોરમમાં મુખ્ય મુકાબલો સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), મુખ્ય વિરોધ પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસ વચ્ચે છે, જે તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ ચાર વિધાનસભા સીટ પર ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત 27 અપક્ષ ઉમેદવારો છે. મિઝોરમમાં શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) એ જીતનો પ્રબળ દાવો વ્યક્ત કર્યો છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એમએનએફે મિઝોરમમાં 40 માંથી 28 બેઠકો મેળવીને જીત હાંસલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં અન્ય ચાર રાજ્યોની સાથે મિઝોરમની પણ 3 ડિસેમ્બરે મતગણતરી થશે.