મુંબઈ:મુંબઈના DN નગર પોલીસને મુંબઈના અંધેરીના DN નગર પોલીસની હદમાં આવતા વિસ્તારમાંથી 9 વર્ષ પહેલ એક બાળકી ગુમ (Missing Girl From Mumabi) થઈ હતી. જેને શોધવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ યુવતી તારીખ 22 જાન્યુઆરી 2013ના રોજ ગુમ થઈ હતી. તે સમયે તેણી સાત વર્ષની હતી. તારીખ 4 ઓગસ્ટના રોજ ગુમ થયેલી બાળકી (Missing Girl Found After 9 year) તેના પરિવાર સાથે મળી આવી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ડિસોઝા અને તેની પત્ની સોનીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના નિવૃત્ત આસિસ્ટન્ટ (Mumbai police Service Retirement) સબ-ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ધોંડુ ભોસલેએ આ છોકરીને શોધવામાં ભારે મહેનત કરી હતી.
આ પણ વાંચો: માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો, માતા બચી ગઈ પણ...
આ રીતે કડી મળી:મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે પણ DN નગર પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે. રસપ્રદ વાત એ છે કે રાજેન્દ્ર ધોંડુ ભોસલે મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે છોકરીઓના ગુમ થવાના 166 કેસ નોંધ્યા હતા. આ છોકરીઓ વર્ષ 2008 થી 2015 વચ્ચે ગુમ થઈ ગઈ હતી. રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે છોકરીઓની શોધમાં અથાક મહેનત કરી હતી. કુલ 166 માંથી 165 મળી. પરંતુ આ દરમિયાન 166મી યુવતીનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેના પરથી પોલીસની આશંકા મજબુત બની હતી.
સ્કૂલ નજીક દેખાઈ: નિવૃત્તિ પછી પણ ભોસલે એ છોકરીને શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. જ્યારે ડિસોઝાની મુંબઈ પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે, તેણે આ છોકરીને સ્કૂલની નજીક જોઈ હતી. તેના પોતાના કોઈ સંતાન ન હોવાથી આરોપી સાથે લઈ ગયો હતો. બીજી તરફ, સ્કૂલ પછી છોકરી ઘરે ન પહોંચતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે કાયદેસરના પગલાં લીધા હતા.