ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Etv ભારતના સમાચારની અસર: M.Sc.પાસ મહિલા સફાઈ કર્મચારીને પ્રધાને કરી નોકરીની ઑફર

ઈટીવી ભારતના સમાચારને ધ્યાને લેતા તેલંગાણાના પ્રધાન કે.ટી. રામારાવે GHMCની મહિલા સફાઈ કર્મચારીને સહાયક કીટ વિજ્ઞાની (Assistant Entomologist)ની નોકરીની ઓફર કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યા બાદ મહિલા સફાઈ કામદાર તરીકે કામ કરવા માટે મજબૂર હતી.

M.Sc.પાસ મહિલા સફાઈ કર્મચારીને પ્રધાને કરી નોકરીની ઑફર
M.Sc.પાસ મહિલા સફાઈ કર્મચારીને પ્રધાને કરી નોકરીની ઑફર

By

Published : Sep 21, 2021, 8:10 PM IST

  • રાજ્યના પ્રધાન કે.ટી. રામારાવે રજનીને નોકરીની ઑફર કરી
  • Assistant Entomologist તરીકે નોકરીની ઑફર કરી
  • પતિને હ્રદય રોગની બીમારી થતાં પરિવાર માટે સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી

હૈદરાબાદ: તેલંગાણામાં ઈટીવી ભારતના સમાચારની અસર થઈ છે. રાજ્યના પ્રધાન કે.ટી. રામારાવ (KTR)એ ઈટીવી ભારત દ્વારા MSC ફર્સ્ટ ક્લાસ પાસ સફાઈ કર્મચારી રજનીને લઇને પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર ધ્યાને લીધા. કે.ટી. રામારાવે રજનીને આઉટસોર્સિંગના આધાર પર ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકામાં સહાયક કીટ વિજ્ઞાનિક (Assistant Entomologist) તરીકે નોકરીની ઑફર કરી છે.

શહેરી વિકાસના વિશેષ સચિવે ટ્વીટ કર્યું

શહેરી વિકાસના વિશેષ સચિવ અરવિંદ કુમારે આ વિશે ટ્વીટ કર્યું. આને રિટ્વીટ કરતા કે.ટી.આરે લખ્યું કે, 'વ્યસ્ત દિવસની સૌથી સારી ક્ષણો, નવી નોકરી માટે શુભકામનાઓ રજની.' ઈટીવી ભારત દ્વારા સમાચાર પ્રકાશિત કર્યા બાદ અનેક લોકો રજનીની મદદ માટે આગળ આવ્યા છે. MSC ફર્સ્ટ ક્લાસમાં પાસ કરનારી રજની ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકા (GHMC)માં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે.

એક કરૂણ ઘટનાને કારણે કરવી પડી સફાઈ કર્મચારી તરીકે નોકરી

વારંગલ જિલ્લાની રહેવાસી રજનીનો પરિવાર ઘણો જ ગરીબ છે. તેમના માતા-પિતા ખેતીમજૂર છે અને તેમણે દીકરીના અભ્યાસ માટે બધું જ કર્યું. રજનીએ પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસમાં પૂર્ણ કર્યું. 2013માં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીથી PHD માટે ક્વોલિફાય કર્યું. તેમને કોઈ નોકરી મળે તે પહેલા જ તેમના માતા-પિતાએ તેના લગ્ન એક વકીલ સાથે કરી દીધા. લગ્ન બાદ રજની હૈદરાબાદ શિફ્ટ થઈ ગઈ અને તેને 2 બાળકો છે. પરિવારની દેખભાળ કરતા તેમણે નોકરી માટે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો. આ દરમિયાન તેમના પરિવારમાં એક કરૂણ ઘટના બની. તેમના પતિને ગંભીર હ્રદય રોગ હોવાની જાણકારી મળી.

પરિવાર માટે શાકભાજી પણ વેચી

રજનીના પિતાએ હાર્ટ બ્લોકેજના કારણે 3 સ્ટેંટ લગાવ્યા છે. આ માટે તેમણે આરોગ્ય શ્રી કાર્ડનો ઉપયોગ કર્યો, પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમણે પોતાની નોકરી ગુમાવવી પડી. ત્યારબાદ પરિવાર પાળવાની જવાબદારી રજની પર આવી ગઈ અને તેમણે નોકરી શોધી. પરિવારની દેખભાળ માટે રજનીએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે GHMCમાં સફાઈ કર્મચારીની નોકરી પકડી લીધી.

ઇટીવી ભારતે સમાચાર પ્રકાશિત કર્યા બાદ અનેક લોકો મદદ માટે આગળ આવ્યા

10,000 રૂપિયા વેતનની સાથે તે પોતાના પરિવારની દેખભાળ કરી રહી છે. રજનીના સંઘર્ષ, તેમની પારિવારીક સ્થિતિ, તેમની યોગ્યતા અને નોકરી વિશે ઈટીવી ભારતે સમાચાર પ્રકાશિત કર્યા. ત્યારબાદ અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. રાજ્યના પ્રધાન કે.ટી.આરે તેમને નોકરીની રજૂઆત કરી. નોકરીમાં મદદ કરવા માટે રજનીએ પ્રધાન કે.ટી.આર અને ઈટીવી ભારતનો આભાર માન્યો.

વધુ વાંચો: મહંત નરેન્દ્રગિરિ મૃત્યુકેસમાં શિષ્ય આનંદગિરિ સામે FIR દાખલ : આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ

વધુ વાંચો: બિહારના રેલવે સ્ટેશનો પર RDX બ્લાસ્ટ કાવતરું,13 જિલ્લાઓમાં રેલવે સ્ટેશનો હાઇ એલર્ટ

ABOUT THE AUTHOR

...view details