ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બલિયામાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરો હટાવવા રાજ્યપ્રધાનનો કલેક્ટરને પત્ર

ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની મસ્જિદ પર લાઉડ સ્પીકરને લઈને વિવાદ થયો હતો. અહીં, રાજ્યપ્રધાનએ DMને પત્ર લખીને જિલ્લાની મસ્જિદના લાઉડ સ્પીકરને હટાવવાનું કહેવામાં આવ્યું છે.

By

Published : Mar 24, 2021, 12:40 PM IST

બલિયામાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરો હટાવવા રાજ્યપ્રધાનનો કલેક્ટરને પત્ર
બલિયામાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરો હટાવવા રાજ્યપ્રધાનનો કલેક્ટરને પત્ર

  • બાળકોના ભણવા અને વાંચનમાં ઘણી તકલીફ થઈ રહી છે
  • પ્રસાર-પ્રચાર કરવા ખૂબ જ જોરથી અવાજ કરવામાં આવે છે
  • અવાજથી મારો યોગ, ધ્યાન, પૂજા અને સરકારી કામોમાં ખલેલ પહોંચે: રાજ્યપ્રધાન

બલિયા: જિલ્લાના રાજ્યપ્રધાન આનંદ સ્વરૂપ શુક્લાએ મંગળવારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરો હટાવવાની માંગ કરી છે. પ્રધાને આરોપ લગાવ્યો છે કે, મસ્જિદમાં જોર-જોરથી લાઉડ સ્પીકરોનો અવાજ કરવામાં આવતો હોવાથી બાળકોના ભણવા અને વાંચનમાં ઘણી તકલીફ થઈ રહી છે.

આ પણ વાંચો:લાઉડ સ્પીકરમાં અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

રાજ્ય પ્રધાનનો હવાલો

રાજ્યપ્રધાન આનંદ સ્વરૂપ શુક્લાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો કે, બલિયા જિલ્લામાં આવેલી મસ્જિદોમાં નમાઝ દરમિયાન આજાન, દિવસ દરમિયાન લાઉડ સ્પીકર્સ દ્વારા ધાર્મિક પ્રચાર, મસ્જિદ બાંધકામ માટે દાન એકત્રિત કરવા અને વિવિધ પ્રકારની માહિતીનો પ્રસાર-પ્રચાર કરવા ખૂબ જ જોરથી અવાજ કરવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓના વાંચનમાં મુશ્કેલી ઉભી થાય છે. ઉપરાંત, બાળકો, વૃદ્ધ અને બીમાર લોકોના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. આ સાથે, લોકોને ભારે અવાજ પ્રદૂષણનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો:જાહેરમાં લાઉડ સ્પીકરના ઉપયોગ મુદે જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી

અવાજને કારણે ખલેલ પહોંચે છે

રાજ્યપ્રધાને તેમના પત્રમાં કહ્યું છે કે, તેમના મત વિસ્તાર બલિયા સદર સ્થિત મદીના મસ્જિદ કાઝીપુરા, થાણા-કોટવાલી, બલિયા નજીક આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે. તે પૈકી, સેન્ટ જોસેફ, મહર્ષિ વિદ્યા મંદિર, સતિષચંદ્ર કોલેજ વગેરેમાં ભણતા વિદ્યાર્થીઓને લાઉડ સ્પીકરના અવાજને કારણે વાંચન અને ભણવામાં ખલેલ પહોંચાડે છે. મસ્જિદમાં 5 સમયે નમાઝની આજાન અને અન્ય માહિતી આખો દિવસ પ્રસારિત કરવામાં આવી રહી છે. તેના અવાજને કારણે મારો યોગ, ધ્યાન, પૂજા અને સરકારી કામોમાં ખલેલ પહોંચે છે.

ABOUT THE AUTHOR

...view details