- ભારતીય સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું
- ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટર
- વિશ્વના સૌથી અદ્યતન અને બહુમુખી હેલિકોપ્ટરમાંથી એક
હૈદરાબાદ:CDS બિપિન રાવત(CDS Bipin Rawat), તેમના સ્ટાફ અને પરિવારના કેટલાક સભ્યોને લઈ જતું ભારતીય સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું(Mi-17V-5 Military Helicopter Crash) હતું. દુર્ઘટનાગ્રસ્ત લશ્કરી હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે સીડીએસને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હાલમાં સેના અને પોલીસ બચાવ કામગીરીમાં લાગેલા છે.
હેલિકોપ્ટરની ઓળખ Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટર
ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટર (medium lifter helicopters)તરીકે કરવામાં આવી છે. તે વિશ્વના સૌથી અદ્યતન અને બહુમુખી હેલિકોપ્ટરમાંથી (most advanced and versatile helicopters) એક છે.
ભૂતકાળમાં હેલિકોપ્ટરની Mi-સિરીઝ અકસ્માતો થયા
જોકે ભૂતકાળમાં હેલિકોપ્ટરની Mi-સિરીઝ (Mi-series of helicopters)સાથે અકસ્માતો થયા છે, પરંતુ હેલિકોપ્ટરનો સલામતી રેકોર્ડ વિશ્વના અન્ય કાર્ગો હેલિકોપ્ટર કરતાં વધુ સારો છે.આજે અમે તમને Mi-17 V-5 મિલિટરી હેલિકોપ્ટર (Mi-17 V-5 military helicopter)વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ હેલિકોપ્ટર કેવું છે અને તેમાં શું ફીચર્સ છે.
ઉત્પાદન અને ઇતિહાસ
Mi-17V-5 એ Mi-8/17 હેલિકોપ્ટરનું લશ્કરી પરિવહન (military transport ) છે, જે વૈશ્વિક સ્તરે તેમની વિશ્વસનીયતા માટે જાણીતા છે. આ હેલિકોપ્ટર રશિયન હેલિકોપ્ટરની પેટાકંપની કઝાન હેલિકોપ્ટર્સ(Kazan Helicopters) દ્વારા બનાવવામાં આવે છે. હેલિકોપ્ટરનો ઉપયોગ ટુકડી અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, કોન્વે એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને શોધ અને બચાવ (search-and-rescue) કામગીરી માટે થાય છે.ભારતીય વાયુસેનામાં(Indian Air Force ) હેલિકોપ્ટરના ઉપયોગ માટે સંરક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2008માં રશિયન હેલિકોપ્ટરને 80 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી 2011 માં શરૂ થઈ હતી અને છેલ્લું યુનિટ 2018 માં સોંપવામાં આવ્યું હતું.
શસ્ત્ર પ્રણાલી
માત્ર પરિવહન જ નહીં, Mi-17V-5 શસ્ત્રોની વિશાળ શ્રેણીથી સજ્જ છે, તે Shturm-V મિસાઈલ, S-8 રોકેટ, 23mm મશીનગન, PKT મશીનગન અને AKM સબ-મશીન ગનથી લોડ થઈ શકે છે.