ગુજરાત

gujarat

By

Published : Sep 1, 2022, 12:19 PM IST

ETV Bharat / bharat

મેરઠ ડબલ મર્ડર કેસમાં પોલીસે હત્યાનો કર્યો પર્દાફાશ

મેરઠના હસ્તિનાપુરમાં PNB બેંક મેનેજરની 8 મહિનાની ગર્ભવતી પત્ની અને પુત્રની હત્યામાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે, આ બંને હત્યા બેંક મેનેજરના સાળાએ કરી છે. આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ થશે. meerut double murder case, police solved murder, murder of pnb bank manager wife And Son, .

મેરઠ ડબલ મર્ડર કેસમાં પોલીસે હત્યાનો કર્યો પર્દાફાશ
મેરઠ ડબલ મર્ડર કેસમાં પોલીસે હત્યાનો કર્યો પર્દાફાશ

મેરઠઃહસ્તિનાપુરમાં PNB બેંક મેનેજરની 8 મહિનાની ગર્ભવતી પત્ની અને પાંચ વર્ષના પુત્રની હત્યાના મામલામાં (meerut double murder case) પોલીસે સનસનીખેજ ખુલાસો (police solved murder) કર્યો છે. પોલીસનો દાવો છે કે, હસ્તિનાપુરમાં બેંક મેનેજરની પત્ની શિખા અને પુત્ર રુદ્રાંશની હત્યા તેના જ સાળા હરીશે તેના બે મિત્રો સાથે મળીને કરી હતી. હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે હત્યા કર્યા બાદ બંને આરોપી શિખાની સ્કૂટી મારફતે મેરઠ થઈને નોઈડા પહોંચ્યા હતા. પોલીસ ગુરુવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ પણ વાંચો:આસામમાં બાળકના અપહરણની શંકામાં મોબ લિંચિંગમાં એકનું મોત

મેરઠ ડબલ મર્ડર કેસબિજનૌરના જલીલપુરમાં PNB બેંકના મેનેજર સંદીપ કુમારનું ઘર હસ્તિનાપુરના રામલીલા ગ્રાઉન્ડ પાસે છે. સોમવારે સંદીપની ગર્ભવતી પત્ની શિખા અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાંશની હત્યા કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ અલગ અલગ રૂમમાં પથારીમાં પડ્યા હતા. અંદરથી બંધ મળી આવ્યા હતા. બદમાશોએ ઘરના મુખ્ય દરવાજાને પણ બહારથી તાળું મારી દીધું હતું.

આ પણ વાંચો:માત્ર 50 રૂપિયા માટે કરવામાં આવી યુવકની ઘાતકી હત્યા

બંને હત્યા બેંક મેનેજરના સાળાએ કરીઆ સમગ્ર મામલે SSP રોહિત સિંહ સજવાનનું કહેવું છે કે, બેંક મેનેજર સંદીપ કુમારના સાળા હરીશે ગુનો કબૂલી લીધો છે. હરીશના બે સાથી શિખાની સ્કૂટી પરથી નોઈડા ગયા હતા. સંદીપ કુમારને તેના સાળા હરીશ સાથે ઝઘડો ચાલતો હતો. સંદીપે હરીશને તેના પરિવારથી દૂર રહેવા કહ્યું હતું. હરીશ અને તેના સાગરિતોએ પહેલા શિખા અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાંશની હત્યા કરી હતી અને પછી રોકડ અને દાગીના લઈને ઘરમાંથી ભાગી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details