ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૃદયના દર્દીઓ માટે 'રામબાણ' છે આ નાની કિટ, હાર્ટ એટેક દરમિયાન બચાવશે જીવ, કિંમત માત્ર 7 રૂપિયા - હાર્ટ એટેકની બીમારી

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના કેસમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. માત્ર મોટી ઉંમરના નહીં પરંતુ નાની ઉંમરના સ્વસ્થ વ્યક્તિઓ પણ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી રહ્યાં છે.ત્યારે આ જીવલેણ અને ગંભીર ગણાતા હાર્ટ એટેકથી એક નાનકડી કિટ બચાવવાનો એક હૃદય રોગનો નિષ્ણાંત ડોક્ટરે દાવો કર્યો છે, તો ચાલો જાણીએ અહીં તેમની નાની કિટ વિશે.

ડૉ.નીરજ કુમારે તૈયાર કરી હૃદયના દર્દીઓ માટે 'રામબાણ' નાની કિટ
ડૉ.નીરજ કુમારે તૈયાર કરી હૃદયના દર્દીઓ માટે 'રામબાણ' નાની કિટ

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 1:03 PM IST

કાનપુર:શિયાળાની ઋતુ દરમિયાન હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં, તેનાથી સુરક્ષીત અને બચવા માટે એલપીએસ કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યૂટ હૃદય રોગ સંસ્થાના વરિષ્ઠ હૃદય રોગ વિશેષજ્ઞ ડો.નીરજ કુમારે એક ખાસ કિટ તૈયાર કરી છે, તેમનો દાવો છે કે, આ સાત રૂપિયાની નાની કિટથી 90 ટકા કેસમાં જીવ બચાવી શકાશે.

ઈટીવી ભારત સંવાદદાતા સાથેની ખાસ વાતચીત દરમિયાન વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીરજ કુમારે જણાવ્યું હતું કે, તેમના દ્વારા તૈયાર કરાયેલી કિટની કિંમત માત્ર 7 રૂપિયા છે. તમે તેને સરળતાથી ખરીદી શકો છો અને જો કોઈને અચાનક હાર્ટ એટેક આવે તો કીટમાં હાજર ત્રણ દવાઓ આપવાથી તેનો જીવ બચી શકે છે.

ડૉ. નીરજે જણાવ્યું કે તેમના દ્વારા બનાવવામાં આવેલી 7 રૂપિયાની કીટમાં ત્રણ દવાઓ ઈકોસ્પ્રિન, રોઝોવસ અને સોર્બિટ્રેટ છે. તેમનું કહેવું છે કે આ કીટ હાર્ટ એટેકના દર્દીઓ માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આ કીટ અહીં આવતા મોટાભાગના દર્દીઓને આપવામાં આવી રહી છે.

ડો. નીરજે જણાવ્યું કે શિયાળાની ઋતુમાં હૃદય રોગના દર્દીઓની સંખ્યા વધવા લાગે છે. તેની પાછળનું મુખ્ય કારણ ખાનપાનમાં બેદરકારી છે. તેમનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન ન રાખે તો તેના શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી જાય છે, જે હાર્ટ એટેકનું મોટું કારણ બની જાય છે. ઘણી વખત બ્લડ પ્રેશરમાં વધુ પડતા વધારાને કારણે દર્દી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો શિકાર બને છે. તેમનું કહેવું છે કે આવી સ્થિતિમાં જો દર્દીને યોગ્ય સમયે હોસ્પિટલ ન પહોંચાડવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. સાથે જ, હોસ્પિટલ પહોંચતા પહેલા દર્દીની સ્થિતિ જીવલેણ ન બને તે માટે સાત રૂપિયાની કીટ તૈયાર કરવામાં આવી છે. તમે તેને ગમે ત્યાંથી સરળતાથી ખરીદી શકો છો.

શિયાળામાં આ વિશેષ ધ્યાન રાખવું

  • એવું ભોજન કરો જે સરળતાથી પચી જાય
  • વધુ ગરમ અને ઠંડી ચીજોને બદલે હુંફાળી ચીજોનું સેવન કરવું.
  • ખુબ પાણી પીવું
  • શરાબ, તમાકુ વગેરેનું સેવન ન કરવું
  1. ભારત તબીબી શોધો, નવી પ્રયોગશાળા પરીક્ષણો, નવી દવાઓને વેગ આપવા અને ક્લિનિકલ પ્રગતિમાં અગ્રેસર
  2. વિદેશમાં ઉંચા પગારની નોકરી છોડીને યુગલ સરગવાના પાનમાંથી પાવડર બનાવી લોકોને આપી રહ્યા છે નવ જીવન

ABOUT THE AUTHOR

...view details