ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા - કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ

જમ્મૂ-કશ્મીરના બારામૂલા જિલ્લાના નૂર બાગ વિસ્તારમાં ભીષણ આગ લાગવાથી 16 ઘરો સળગીને ખાક થઈ ગયા છે.

કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા
કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા

By

Published : Jun 11, 2021, 11:51 AM IST

  • કશ્મીરના બારામૂલાની ઘટના
  • રાત્રે 10 વાગ્યે આગ લાગી
  • આગમાં 16 ઘરો સળગીને ખાક

બારામૂલા : રાતના લગભગ 10 વાગ્યે નૂરબાગ વિસ્તારના એક ઘરમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આસપાસમાં આવેલા કુલ 16 ઘરો આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરો પણ ઘટનાના એક કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, જો ફાયર બ્રિગેડ સમયસર આવતી તો આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો હોત અને આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ ન કરતી.

કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા

આગ લાગવાનું કારણ શોધવા કાર્યવાહી શરૂ

જે જગ્યાએ આગ લાગી ત્યાંથી જિલ્લા મુખ્યાલય થોડા જ મીટર દૂર આવેલું છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને FSLની મદદથી આગ લાગવાનું કારણ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details