બીજાપુર :બીજાપુરમાં નક્સલીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના નેતા નીલકંઠ કક્કમની જાહેરમાં હત્યા કરીને નક્સલવાદીઓએ આતંક ફેલાવવાનું કામ કર્યું છે. નીલકંઠ કક્કેમ ઉસુર મંડળના ભાજપ અધ્યક્ષ હતા. તેઓ છેલ્લા 15 વર્ષથી આ પદ પર હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓએ પેમ્ફલેટ ફેંકીને આ હત્યાની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.
બીજેપી નેતાની હત્યા : નક્સલવાદીઓએ રવિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. નીલકંઠ કક્કેમ પોતાની ભાભીના લગ્ન માટે તેમના વતન ગામ આવપલ્લી ગયા હતા. આ દરમિયાન નક્સલવાદીઓ આવ્યા અને પરિવારની સામે જ બીજેપી નેતાની હત્યા કરી નાખી હતી. માઓવાદીઓએ ભાજપના નેતા નીલકંઠ કક્કેમનું કુહાડીથી માથું કાપી નાખ્યું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો :Rajsthan News: શ્રીગંગાનગરમાં સેનાના હોટ એર બલૂનનું ઈમરજન્સી લેન્ડિંગ
હત્યા બાદ નક્સલીઓએ પેમ્ફલેટ ફેંક્યા :હત્યા બાદ નક્સલીઓએ સ્થળ પર પેમ્ફલેટ ફેંક્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલા પણ નક્સલવાદીઓએ ઉસુર બીજેપી અધ્યક્ષ નીલકંઠ કક્કેમને અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ રવિવારે નીલકંઠ કક્કમની હત્યા કરવામાં આવી હતી. નક્સલવાદીઓ પહેલા અવપલ્લી ગામમાં પહોંચ્યા, પછી નીલકંઠ કક્કેમને ઘરની બહાર લાવ્યા અને કુહાડી અને છરીઓ વડે તેની હત્યા કરી નાખી. આ પછી, નક્સલવાદીઓએ સ્થળ પર પત્રિકાઓ અને પેમ્ફલેટ ફેંકીને આ હત્યા કેસની જવાબદારી લીધી.
આ પણ વાંચો :Pervez Musharraf: જાણો શું છે એમાયલોઇડિસિસ, જેણે પરવેઝ મુશર્રફનો જીવ લીધો
ઘટના બાદ આવપલ્લી વિસ્તારમાં ખળભળાટ : આ હત્યાકાંડ બાદ આવપલ્લીમાં ભયનો માહોલ છે. લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તૈયારી હાથ ધરી છે. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બે વર્ષ પહેલા બીજપુરમાં બીજેપી નેતા મજ્જીની નક્સલવાદીઓએ હત્યા કરી હતી. આ સિવાય ભાજપના યુવા નેતા જગદીશ કોંડરાની પણ બે વર્ષ પહેલા નક્સલવાદીઓએ હત્યા કરી હતી.