ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Paytm સહિત વિશ્વની અનેક વેબસાઈટ્સ અને એપ્લિકેશન ગુરૂવારે એક કલાક સુધી ઠપ રહી - પેટીએમ સહિતની વિશ્વની એપ્લિકેશનો

વિશ્વભરની અનેક વેબસાઈટ્સ અને એપ (Many websites and apps around the world) ગુરૂવારે કેટલાક સમય માટે ઠપ થઈ જતા અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. આમાંથી કેટલીક વેબસાઈટ્સ અટકી અટકીને કામ કરી રહી હતી. જ્યારે કેટલીક વેબસાઈટ્સ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ હતી.

Paytm સહિત વિશ્વની અનેક વેબસાઈટ્સ અને એપ્લિકેશન ગુરૂવારે એક કલાક સુધી ઠપ રહી
Paytm સહિત વિશ્વની અનેક વેબસાઈટ્સ અને એપ્લિકેશન ગુરૂવારે એક કલાક સુધી ઠપ રહી

By

Published : Jul 23, 2021, 9:14 AM IST

  • વિશ્વભરની અનેક વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ (Many websites and apps around the world) ગુરૂવારે અચાનક ઠપ્પ થઈ
  • ગુરૂવારે અનેક વેબસાઈટ્સ અટકી અટકીને કામ કરી રહી હતી
  • લગભગ એક કલાક પછી આ તમામ વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ (Many websites and apps around the world) કામ કરવા લાગી

નવી દિલ્હીઃ વિશ્વભરની અનેક વેબસાઈટ્સ અને એપ્લિકેશન (Many websites and apps around the world) ગુરૂવારે અચાનક જ કેટલાક સમય માટે બંધ થઈ ગઈ હતી, જેના કારણે વેબસાઈટ્સ અટકી અટકીને કામ કરી રહી હતી. જ્યારે કેટલીક વેબસાઈટ્સ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ હતી. જોકે, લગભગ એક કલાક પછી આ તમામ વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ કામ કરવા લાગી હતી.

આ પણ વાંચોઃલેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા

વિશ્વની અનેક મોટી વેબસાઈટ્સ-એપ ઠપ્પ થઈ હતી

વિશ્વની અનેક મોટી વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ લગભગ એક કલાક સુધી ડાઉન રહી હતી, જેમાં એમેઝોન (Amazon), પેટીએમથી (Paytm) લઈને અમેરિકી બેન્ક્સ (US banks) અને ડેલ્ટા એરલાઈન્સની (Delta Airlines) વેબસાઈટ સામેલ છે. આના કારણે અકામાઈના (Akamai)ના ડીએનએસમાં કોઈ સમસ્યા જાણવા મળી છે. કંપનીએ નિવેદન આપતા કહ્યું હતું કે, હવે આને સરખું કરી લેવામાં આવ્યું છે. વેબસાઈટ્સ અને એપ હવે નોર્મલ રીતે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આ બીજી તક છે. જ્યારે વિશ્વભરની કેટલીક વેબસાઈટ્સ એકસાથે ડાઉન રહી છે.

આ પણ વાંચોઃવનપ્લસે સ્માર્ટ ટીવી વાઈ સિરીઝ 101ને લોન્ચ કર્યું, શરૂઆતી કિંમત 21,999 રૂપિયા હશે

અકામાઈના કારણે વેબસાઈટ્સ અટકી હતી

આ વખતે ડીએનએસનો ઈશ્યુ બતાવવામાં આવી રહ્યો છે. જોકે, આ સમસ્યા અકામાઈ (Akamai) તરફથી જેનાથી વેબસાઈટ પ્રભાવિત થઈ છે. આ વેબસાઈટ્સમાં પ્લે સ્ટેશનલ નેટવર્ક, સ્ટિમ અને યુપીએસ સામેલ છે. રિપોર્ટના જણાવ્યાનુસાર, ઈશ્યુ અકામાઈ (Akamai) એજ કે ડીએનએસ સર્વિસમાં છે. ભારતીય એપ બેસ્ટ પેમેન્ટ કંપની (Paytm) પર પણ મુશ્કેલી થઈ હતી. લોકો આ એપ પર ટ્રાન્ઝેક્શન નહતા કરી શક્યા. પેટીએમમાં પણ આ સમસ્યા અકામાઈ (Akamai)ના કારણે થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details