- ગુજરાતમાં 'કાળનો દિવસ'
- રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ત્રણ ગમખ્વાર અકસ્માત
- વડોદરા અકસ્માતમાં 12 લોકોના મોત
- સુરેન્દ્રનગર અકસ્માતમાં 4 લોકોના મોત
- સુરત અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં વડોદરા, સુરેન્દ્રગનર સહિત સુરત નજીક ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 13 લોકોના મોત થયા છે.
રાજ્યમાં ત્રણ જૂદી-જૂદી જગ્યાએ અકસ્માત
પહેલો અકસ્માત વડોદરા હાઇવે પર થયો હતો. જ્યાં મીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક બાળક સહિત બે મહિલાઓનો સમાવેશ છે.
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તાત્કાલિક SSG હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ટેમ્પામાં સવાર લોકો પાવાગઢ જઇ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો.
આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ અકસ્માત બાદ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. CM વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.