ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mansukh Mandaviya: મનસુખ માંડવિયાનો કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટને આદેશ, જીનેરિક દવાઓનો ઉપયોગ કરો - central government hospitals Mansukh Mandaviya

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટને આદેશ આપ્યા છે કે, તેઓ માત્ર જીનેરિક દવાઓનો ઉપયોગ કરે. જુન મહિના સુધીમાં આખા દેશમાં 309,512 જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. દરેક તબીબ માત્ર જીનેરિક નામ ધરાવતી દવાઓ દર્દીઓને આપે એવી સૂચના આપવામાં આવી છે. તબીબોએ પણ દવાને મોટા અક્ષરોમાં લખવી જોઈએ. ડ્રગ એન્ડ કોસ્મેટિક લૉ 1945નો કાયદો લાગુ છે. જેની અમલવારી થવી જોઈએ.

EtvMansukh Mandaviya: મનસુખ માંડવિયાએ કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટને આદેશ, જીનેરિક દવાઓનો ઉપયોગ કરે Bharat
EMansukh Mandaviya: મનસુખ માંડવિયાએ કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટને આદેશ, જીનેરિક દવાઓનો ઉપયોગ કરેtv Bharat

By

Published : Jul 22, 2023, 10:22 AM IST

નવી દિલ્હીઃ દેશમાં દવાઓના ભાવ અને વેચાણને લઈને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સ્પષ્ટતા કરી છે. જેમાં કેન્દ્ર સરકાર હસ્તકની હોસ્પિટલમાં જીનેરિક દવાઓ જ દર્દીઓને આપવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. જોકે, કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ એવી પણ ચોખવટ કરી કે, આગામી માર્ચ મહિના સુધીમાં સરકારનું લક્ષ્યાંક 10000 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર ખોલવાનું છે. લોકસભામાં શુક્રવારે શરૂ થયેલા એક સેશન્સમાં આ વાત કહી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને CGHS તબીબોને પણ આ પ્રકારની સૂચના દેવાઈ છે.

પગલાં લીધાઃરાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત જરૂરી દવાઓનું વિના મુલ્યે વિતરણ થવું જોઈએ. જાહેર આરોગ્ય સુવિધાઓમાં આવશ્યક જેનરિક દવાઓની જોગવાઈ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. PMBJP સ્કીમને પ્રોત્સાહન આપવા માટે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI), યોજનાની અમલીકરણ કરાવતી એજન્સી, સમયાંતરે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો અને જિલ્લા વહીવટીતંત્રોને યોજના વિશે જાગૃતિ લાવવા અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જનઔષધિ કેન્દ્રો ખોલવા માટે ભાડા મુક્ત જગ્યા પ્રદાન કરવા અપીલ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે CDSCO અને આરોગ્ય મંત્રાલયે દેશમાં દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ઘણા નિયમનકારી પગલાં લીધા છે.

કડક દંડની જોગવાઈઃ બનાવટી અને ભેળસેળવાળી દવાઓના ઉત્પાદન માટે કડક દંડની જોગવાઈ કરવા માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940માં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક (સુધારા) એક્ટ 2008 હેઠળ સુધારો કરવામાં આવ્યો હતો. અમુક ગુનાઓ પણ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઝડપી નિકાલ માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરી છે, છેલ્લા 10 વર્ષમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) માં મંજૂર પોસ્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, હકીકત એવી પણ છે કે, સરકારના જીનેરિક સ્ટોરમાંથી ડાયાબિટિઝ અને કેન્સરને ઉપયોગી દવાઓ રાહત ભાવે મળી રહે છે. જે બીજા ખાનગી એકમોમાંથી ઊંચા ભાવે મળે છે.

  1. Cyclone Biparjoy : કચ્છમાં વાવાઝોડાની પુર્વ તૈયારીઓને લઈને માંડવીયાએ કરી ચર્ચા, 2 લાખ પશુઓને ખસેડવા કામગીરી હાથ ધરાશે
  2. Rajkot AIIMS : રાજકોટ એઈમ્સને ઓક્ટોબરમાં જનતા માટે ખુલ્લી મુકાશે: મનસુખ માંડવીયા

ABOUT THE AUTHOR

...view details