નવી દિલ્હીઃઆજે 100 મો એપિસોડ છે. લાખો સંદેશ અને હજારો ચિઠ્ઠીઓ મળી છે. મેં પ્રયાસ કર્યા છે કે, એ તમામને વાંચું અને સંદેશાઓ વાચું, પત્રો વાંચીને ભાવુંક થયો છું, મન કી બાતના એપિસોડ પર શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છાઓના પાત્ર મન કી બાતના શ્રોતાઓ છે. દરેક ભારતીયોના મન અને ભાવિનાઓની વાત છે. 3 ઓક્ટોબર 2014 વિજયાદશમીના દિવસે આ મન કી બાત યાત્રા શરૂ કરી હતી. વિજયદશમી એટલા બુરાઈ પર અચ્છાઈની જીત, મનકી બાત પણ દેશવાસીઓની પોઝિટિવિટીનું પર્વ બની ગયું છે. જે દર મહિને આવે છે. જેની સૌ કોઈ રાહ જોતા હોય છે. જેમાં પોઝિટિવિટીને સેલિબ્રેટ કરવામાં આવે છે. મન કી બાતને આટલા વર્ષો થઈ ગયા એ માન્યમાં આવતું નથી. દરેક એપિસોડ ખૂબ ખાસ રહ્યો છે. દરેક વખતે એમાં કંઈક નવું જોવા મળ્યું છે.
સારા ગુણની પૂજા કરોઃ મન કી બાત બીજાના ગણની પૂજા કરવા બરોબર છે. મારા ગુરૂ કહેતા હતા કે, દરેકના સારા ગુણની પૂજા કરવી જોઈએ. એનામાંથી કંઈક શીખવું જોઈએ. આ વાતથી હું પ્રેરાયો છું. મન કી બાત બીજાના ગુણમાંથી કંઈક શીખવાનું માધ્યમ છે. આ કાર્યક્રમે મને કોઈના થી દૂર થવા દીધો નથી. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે દરેક લોકો સાથે મળવાનું થતું હતું. મુખ્યમંત્રીના પદેથી અવારનવાર મળવાનું થતું રહે છે. દિલ્હી આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે, કામકાજથી લઈ જવાબદારી ખૂબ અલગ છે. સુરક્ષાથી લઈને સમય મર્યાદા સુધી. દિલ્હીમાં ખાલી ખાલી લાગતું હતું. 50 વર્શ પહેલા ઘર એટલા માટે છોડ્યું ન હતું કે, દેશવાસીઓ સાથે સંપર્ક તૂટી જાય.
લોકો સાથે જોડી રાખ્યોઃ મન કી બાત આ પડકારનો ઉકેલ આપ્યો. સામાન્ય માણસ સાથે જોડવાનો રસ્તો આપ્યો. પદભાર અને પ્રોટોકોલ મર્યાદિત રહ્યા. દર મહિને લોકોના સંદેશો વાચું છું. અદભૂત સ્વરૂપના દર્શન કરૂ છું. લોકોની પરાકાષ્ઠા મહેસુસ કરી રહ્યો છે. મને લાગતું જ નથી કે દેશવાસીઓ દૂર છું. મારા માટે આ કોઈ કાર્યક્રમ નથી આસ્થા પૂજા અને વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે. તો પ્રસાદી લાવે છે. મારા માટે મન કી ઈશ્વર રૂપી પ્રજા માટે એક પ્રસાદની થાળી સમાન છે. મન કી બાત આધ્યાત્મિક યાત્રા સમાન છે. મન કી બાત સ્વથી સમષ્ટિ સુધીની યાત્રા, મૈં નહીં તું હી એક સાધના છે. 30 વર્ષથી લોકો એવા છે જે પોતાની રીતે તળાવ બનાવી રહ્યા છે. કેટલાક લોકો ગરબીના ઈલાજમાં કરે છે. બાળકોને અભ્યાસ કરાવે છે. આવા દ્રષ્ટાંતોથી ભાવુંક થયો છું. આજે એ તમામ વસ્તુઓ સામે તરવરી રહી છે. આ કાર્યક્રમે મને પ્રેરણા આપી છે. જે લોકોનો અહીં ઉલ્લેખ કરૂ છું એ તમામ હીરો છે. જેનાથી આ કાર્યક્રમ જીવંત થયો છે. આ મારી ઈચ્છા છે કે, આ તમામ હીરો પાસે જઈને એમની યાત્રા વિશે જાણીએ.
હરિયાણાના સુનિલ જગલાંની સાથે વાતઃએટલો પ્રભાવ એટલા માટે કારણ કે, હરિયાણામાં જેન્ડર રેશિયો પર ચર્ચા થઈ હતી. બેટી બચાવો બેટી પઢાવો હરિયાણાથી શરૂ થયો હતો. પછી તેણે સેલ્ફી વીથ ડોટર અભિયાન શરૂ કર્યો છે. જેને મારૂ ધ્યાન ખેંચ્યું છે. એમાં મુદ્દો દીકરીનો હતો. જેમાં દીકરીનું સ્થાન કેટલું હોય એ આ અભિયાનથી પ્રગટ થયું છે. આજે હરિયાણામાં જેન્ડર રેશિયોમાં સુધારો થયો છે. સુનિલજી સેલ્ફી વિથ ડૉટર દરેકને વાત છે. સુનિલઃ અમારા પ્રદેશથી જે શરૂઆત કરી છે. જેને આપના નેતૃત્વમાં દેશવાસીઓએ સ્વીકાર્યો છે. આ મારા માટે એક મોટી વાત છે, નંદીની અને યાચિકા તમને થેંક્યુ કહે છે. જેને પોતાના ક્લાસમાં જઈને પત્રો લખાવ્યા હતા.
મંજૂર અહેમદની વાતઃજ્યારે પણ મહિલાની વાત કરી છે. છત્તીસગઢની દેવ ગામની મહિલાઓ પોતાની રીતે જ રસ્તા, ચાર રસ્તાઓ અને મંદિર સફાઈ માટે અભિયાન ચલાવે છે. તમિલનાડુંની મહિલાઓ ટેરાકોટા કપ તૈયાર કર્યા છે. તમિલનાડુંમાં જ 20000 મહિલાઓએ નદીને ફરી જીવંત કરી છે. આવા કેટલાક અભિયાનને મહિલાઓએ વેગ આપ્યો છે. જમ્મુ મંજૂર અહેમદની વાત કહીને મને ખૂબ સારૂ લાગ્યું છે. પેન્સિલ સ્લેટ વાળી વાત કરી ત્યારથી કામ વધી ગયું છે. અત્યારે 200થી પણ વધારે લોકોને રોજગારી મળી રહી છે. આગામી મહીનામાં મંજૂર તરીકે હું આગળ વધારીશ. મોદીએ જણાવ્યું હતું કે, આની ઓળખ બની છે અને 200થી વધારે લોકોને રાજગારી આપી રહ્યા છો એ ખૂબ સારી વાત છે. જ્યારે મંજૂરે કહ્યું હતું કે, અહીં લોકો આ રોજગારીથી ખૂબ ખુશ છે. આગામી મહિનામાં યુવાનો જોડીને કામ કરવાની ઈચ્છા છે. મોદીએ જણાવ્યું હતું કે, ગામના તમામ લોકોને ખેડૂતો તથા સાથી મિત્રોને શુભેચ્છાઓ છે.
મણીપુરની વિજયશાંતિઃકમળના રેશામાંથી કપડાં બનાવતા હતા. આ કાર્યક્રમમાં એના ઈકો ફ્રેન્ડલી આઈડિયાની વાત થઈ હતી. વિજય શાંતીએ જણાવ્યું હતું કે, અત્યારે 30 લોકોની ટીમ સાથે કામ કરી રહી છું. મારો ટાર્ગેટ 100 મહિલાઓ સુધી પહોંચવાનો છે. મન કી બાતથી આખા દેશમાંથી મને સંપર્કો મળ્યા છે. માર્કેટ મળ્યું છે. અમેરિકામાંથી પણ સંપર્કો મળ્યા છે. સ્પેઈન અને અમેરિકામાંથી ઓર્ડર મળી રહ્યા હતા. હવે આ તો લોકલ ટુ ગ્લોબલ બની રહ્યું છે. શુભેચ્છાઓ.
આંદોલનને વેગ મળ્યોઃમન કી બાતમાંથી કેટલાય અભિયાન શરૂ થયા છે. જેમ કે, દેશી રમકડાં, પશુઓને વેગ, નાના દુકાનદારો સાથે ભાવ-તાલ નહીં થાય, જ્યારે હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું ત્યારે મન કી બાતથી ખૂબ એને વેગ મળ્યો હતો. મન કી બાતમાં પ્રદીપ સાંગવાનની હિલિંગ હિમાલયા અભિયાનની ચર્ચા કરી હતી. તમે હિમાલયને હિલ કરવા અભિયાન ચલાવ્યું હતું. પ્રદીપે જણાવ્યું હતું કે, જે પાંચ વર્ષનું કામ છે એ એક વર્ષમાં થયું છે. કેટલાક લોકો સપોર્ટ કરતા ન હતા. પણ મન કી બાતમાં ઉલ્લેખ થયો એ પછી આખો માહોલ બદલી ગયો. આજે અમે પાંચ ટન કચરો ભેગો કરી રહ્યા છીએ. જેને રીકંપોઝ કરવામાં આવી રહ્યો છે. એ પછી તો અનેક એવા લોકો અમારી સાથે જોડાઈ ગયા. અમારા કામને તમે ધ્યાને લીધુ અને એટલી સારી રીતે ઉલ્લેખ કર્યો એ મારા માટે મોટી વાત છે. મોદીએ જણાવ્યું કે, તમે પહાડના સાચા રક્ષક છો. હવે મોટી ટીમ બની રહી છે. દરરોજ કામ કરી રહ્યો છો, મને વિશ્વાસ છે કે, હજુ પણ ઘણા પર્વતારોહી સ્વચ્છના ફોટો પોસ્ટ કરી રહ્યા છે. આ અભિયાનથી પર્યાવરણની સુરક્ષા થઈ રહી છે. હિમાલયની ચોખાઈ માટે દરેક વ્યક્તિ જોડાઈ રહ્યો છે.