ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનિષ સિસોદિયાએ રક્ષા પ્રધાનને લખ્યો પત્ર, કોરોનાથી લડવા માંગી મદદ - National news

દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને કોરોના સામેની લડતમાં સેનાને સહયોગ આપવા માંગ કરી છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે.

મનિષ સિસોદિયા
મનિષ સિસોદિયા

By

Published : May 3, 2021, 12:49 PM IST

  • દિલ્હી કોરોનાની ગંભીરતામાંથી સતત પસાર થઈ રહી
  • દિલ્હી સરકારે કોરોના સામેની લડતમાં સેનાની મદદ માંગી
  • ઑક્સિજન સિલિંડરોથી માંડીને બીજી વસ્તુઓમાં પણ સેના મદદ કરે

નવી દિલ્હી : રાજધાની દિલ્હી કોરોનાની ગંભીરતામાંથી સતત પસાર થઈ રહી છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે દિલ્હી સરકારે કોરોના સામેની લડતમાં સેનાની મદદ માંગી છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ અંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘને એક પત્ર લખ્યો છે. સિસોદિયાએ લખ્યું છે કે, ઑક્સિજન સિલિંડરોથી માંડીને બીજી વસ્તુઓમાં પણ સેના અમનેે મદદ કરે.

આ પણ વાંચો : દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ, અનેક દર્દીઓની હાલત નાજુક

ઓક્સિજન ટેન્કર આર્મી દ્વારા ઉપલબ્ધ કરાવી જોઈએ

મનીષ સિસોદિયાએ પત્ર દ્વારા કહ્યું છે કે, શક્ય તેટલા ઓક્સિજન ટેન્કર આર્મી દ્વારા ઉપલબ્ધ કરાવી જોઈએ. જે રીતે DRDOએ એક હોસ્પિટલ તૈયાર કરી છે. તે જ રીતે વધુ હોસ્પિટલો તૈયાર કરવી જોઈએ.

આ પણ વાંચો : દિલ્હી એઇમ્સે કોરોના સારવાર માટે પ્લાઝમા ટ્રેકર એપ લૉન્ચ કરી

ABOUT THE AUTHOR

...view details