ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MANIPUR UTTARAKHAND ELECTION 2022 UPDATE: સરકાર બનતા જ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડઃ પુષ્કરસિંહ ધામી - ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

MANIPUR UTTARAKHAND ELECTION 2022 UPDATE: સરકાર બનતા જ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડઃ પુષ્કરસિંહ ધામી
MANIPUR UTTARAKHAND ELECTION 2022 UPDATE: સરકાર બનતા જ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડઃ પુષ્કરસિંહ ધામી

By

Published : Mar 10, 2022, 7:58 AM IST

Updated : Mar 10, 2022, 6:18 PM IST

17:43 March 10

સરકાર બનતા જ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

ચૂંટણી હાર્યા પછી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી હતી કે, હું મુખ્યપ્રધાન રહું કે ન રહું, પરંતુ રાજ્યમાં સરકાર બનતા જ ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે.

16:46 March 10

શ્રીનગરથી ધનસિંહ રાવત જીત્યા

શ્રીનગર બેઠક પર થયેલી કાંટાની ટક્કરમાં ધનસિંહ રાવત જીતી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોદિયાલે ધનસિંહ રાવતે જોરદાર ટક્કર આપી હતી.

16:24 March 10

ગંગોત્રીથી અજય કોઠિયાલની હાર

ગંગોત્રી વિધાનસભા બેઠકથી અજય કોઠિયાલને ભાજપના સુરેશ ચૌહાણે મ્હાત આપી છે

16:15 March 10

મારી હારની જવાબદારી હું પોતે લઉં છુંઃ હરિશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ હતો કે, લોકો પરિવર્તન માટે વોટિંગ કરશે. જોકે, અમારી મહેનત ઓછી પડી તેના કારણે અમે ચૂંટણી હારી ગયા. મારી હારની જવાબદારી હું પોતે લઉં છું.

15:44 March 10

પુષ્કરસિંહ ધામી ચૂંટણી હાર્યા

ઉત્તરાખંડના ખટીમાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પુષ્કરસિંહ ધામી ખટીમાથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભૂવન કાપડીએ તેમને મ્હાત આપી છે.

15:38 March 10

અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મંત્ર પર ધ્યાન આપીશુંઃ બિરેન સિંહ

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે વિધાનસભા પરિણામ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ મુખ્યપ્રધાન ચહેરાની પસંદગી કરશે. હવે અમે વડાપ્રધાના વિકાસ મંત્ર પર ધ્યાન આપીશું.

15:35 March 10

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે સ્વીકારી હાર

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે પોતાની હાર સ્વીકારી છે. તેમણે આ અંગે એક ટ્વિટ કરીને પણ માહિતી આપી હતી. હરિશ રાવતે ટ્વિટમાં લખ્યું હતું કે, હું લાલકુઆં વિસ્તારના લોકોથી જેમાં બિંદુખત્તા, બરેલી રોડના તમામ વિસ્તાર સામેલ છે. તેમનાથી માફી માગું છું કે, હું તેમનો વિશ્વાસ ન જીતી શક્યો.

15:24 March 10

મદન કૌશિકની જીત

પિથૌરાગઢની ગંગોલીહાટ વિધાનસભા બેઠકથી ભાજપના ફકીર રામ ટમ્પા, વિકાસનગરથી ભાજપના મુન્નાસિંહ ચૌહાણ, પુરોલાથી ભાજપના દુર્ગેશ્વર લાલ અને હરિદ્વાર બેઠક પરથી મદન કૌશિકે જીત મેળવી છે.

15:08 March 10

ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે અહીં સલ્ટથી મહેશ જીના અને નૈનીતાલથી સંજિવ આર્યની હાર થઈ છે.

15:04 March 10

ઉત્તરાખંડમાં હલ્દ્વાનીથી સુમિત હૃદયેશ જીત્યા છે. જ્યારે સિતારગંજથી સૌરભ બહુગુણા વિજયી બન્યા છે.

14:14 March 10

અરવિંદ પાંડેએ તોડી માન્યતા

ઉત્તરાખંડમાં અરવિંદ પાંડેએ માન્યતા તોડી નાખી છે. તેમણે શિક્ષણ પ્રધાન રહીને ગદરપુરથી ચૂંટણી જીતી છે. તો આ તરફ યશપાલ આર્ય બાજપુરથી ચૂંટણી જીત્યા છે

14:06 March 10

મણિપુરના મુખ્યપ્રધાનના ઘરની બહાર ઉજવણીનો માહોલ

ઈમ્ફાલમાં મણિપુરના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહના ઘરની બહાર ઉજવણી કરવામાં આવી હતી. મણિપુરમાં ભાજપને બહુમતી મળતા મહિલાઓએ પરંપરાગત નૃત્ય કરી ઉજવણી કરી હતી.

13:50 March 10

ભાજપના મોહનસિંહ બિષ્તે હરિશ રાવતને આપી મ્હાત

કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિશ રાવત લાલકુઆં વિધાનસભા ચૂંટણીથી ચૂંટણી હારી ગયા છે. લાલકુઆં વિધાનસભા બેઠક પરથી ભાજપના મોહનસિંહ બિષ્ટે હરિશ રાવતને હરાવ્યા છે. તે જ સમયે તેમના પૂત્રી અનુપમા રાવત હરિદ્વાર ગ્રામીણ બેઠક પરથી જીતી ગયાં છે. બીજી તરફ મસૂરીથી ભાજપના ધારાસભ્ય ગણેશ જોષી, ઋષિકેશથી પ્રેમચંદ અગ્રવાલ, ડોઈવાલાથી ભાજપના બ્રિજભૂષણ ગેરોલા અને લોહાઘાટથી કોંગ્રેસના ખુશાલ સિંહ અધિકારી જીત્યા છે. રાયપુર વિધાનસભા બેઠક પરથી ઉમેશ શર્મા કાઉ, જસપુર વિધાનસભા બેઠક પરથી આદેશ ચૌહાણ અને પ્રતાપનગરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમસિંહ નેગી પણ ચૂંટણી જીત્યા છે. સ્વર્ગસ્થ હરબન્સ કપૂરનાં પત્ની સવિતા કપૂર કેન્ટ વિધાનસભા બેઠક પરથી જીત્યાં છે.

13:26 March 10

ઉત્તરાખંડમાં પિતા હાર્યા પૂત્રી જીતી

ઉત્તરાખંડમાં લાલકુઆં બેઠક પરથી પૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતની હાર થઈ છે. જ્યારે હરિદ્વાર ગ્રામીણ બેઠક પરથી તેમનાં પૂત્રી અનુપમા રાવતનો વિજય થયો છે

13:21 March 10

હરીશ રાવત 10 હજારથી વધુ મતોથી હારી જતા કોંગ્રેસ સાથે તેમની હોડી પાર કરી શક્યા નહી

હરીશ રાવત પોતાની સીટ બચાવી શક્યા નથી

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત પણ કોંગ્રેસ સાથે પોતાની હોડી પાર કરી શક્યા ન હતા અને તેમને 10 હજારથી વધુ મતોથી કારમી હાર મળી હતી.

12:45 March 10

ઉત્તરાખંડ ભાજપ કાર્યાલયમાં હલચલ વધી

ઉત્તરાખંડમાં કુલ 70 બેઠકો પરની મતગણતરી ચાલુ છે. શરૂઆતી વલણમાં ભાજપ આગળ ચાલી રહી છે. જોકે, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સાંજ સુધી આવશે.

12:41 March 10

મણિપુરમાં હિંગાંગથી મુખ્યપ્રધાનનો વિજય

મણિપુરમાં મુખ્યપ્રધાન હિંગાંગથી એન. બિરેન સિંહનો 24,268 વોટથી વિજય થયો છે.

12:18 March 10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના વિશ્વાસને પૂર્ણ કર્યોઃ ભાજપ નેતા કૈલાસ વૈજયવર્ગીય

દેહરાદૂનમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયે ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર તો અમે બે તૃતીયાંશથી બનાવવાના જ હતા. વડાપ્રધાને જનતાને જે વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે તેને પૂર્ણ કર્યો છે. પુષ્કરસિંહ ધામીએ પણ ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક અલગ છબી બનાવી છે. જનતાએ ભાજપ સરકારના વિકાસ જોયો છે.

12:13 March 10

મણિપુરમાં ભાજપ 25 અને કોંગ્રેસ 11 બેઠકથી આગળ

મણિપુરમાં પ્રારંભિક વલણો બહાર આવ્યા પછી ભાજપ 25 બેઠકો પર અને કોંગ્રેસ 11 બેઠકો પર આગળ છે. તે જ સમયે, NPP 13, TMC 3 અને અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે.

મણિપુરમાં ભાજપની જીતની આગાહી કરતી એક્ઝિટ પોલ સાથે ઈમ્ફાલમાં પાર્ટીના રાજ્ય કાર્યાલયમાં ઉત્સાહનું વાતાવરણ છે અને કાર્યકરો પરિસરની સફાઈ કરવામાં અને બાઉન્ડ્રી વોલ પર પાર્ટીના નવા ધ્વજ લગાવવામાં વ્યસ્ત છે. પાર્ટીએ તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી છે.

12:07 March 10

કોંગ્રેસ નેતા હરિશ રાવતની પુત્રી કરી રહી છે લીડ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરિશ રાવતનાં પૂત્રી અનુપમા રાવત હરિદ્વાર ગ્રામ્ય બેઠક પરથી લીડ કરી રહ્યાં છે

12:04 March 10

ખટીમાથી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી, લાલકુઆં બેઠકથી હરીશ રાવત, લેન્સડાઉન બેઠકથી અનુકૃતિ ગુસૈન, શ્રીનગરથી ધનસિંહ રાવત, નૈનીતાલથી સંજિવ આર્ય, નરેન્દ્રનગરથી સુબોધ ઉનિયાલ, હલ્દ્વાનીથી સુમિત હૃદયેશ, હરિદ્વાર ગ્રામીણથી સ્વામી યતિશ્વરાનંદ અને યશપુર ગ્રામીણથી યશપાલ પાછળ ચાલી રહ્યા છે.

બીજી તરફ ગદરપુરથી અરવિંદ પાંડે, શ્રીનગરથી ગણેશ ગોદિયાલ, મસુરીમાં ગણેશ જોષી, ટિહરીથી કિશોર ઉપાધ્યાય, ખાનપુરથી કુંવર દેવયાની, હરિદ્વારથી મદન કૌશિક, ઋષિકેશથી પ્રેમચંદ અગ્રવાલ, ચકારાતાથી પ્રીતમ સિંહ, સલ્ટથી રણજિત રાવત, સોમેશ્વરથી રેખા આર્ય, કોટદ્વારથી ઋતુ ખંડૂડી, ચૌબટ્ટાખાલથી સતપાલ મહારાજ અને ડીડીહાટથી બિશનસિંહ ચુફાલ આગળ ચાલી રહ્યા છે.

11:48 March 10

પૌડી જિલ્લાની સ્થિતિ

પૌડી જિલ્લાની 6 વિધાનસભા ચૂંટણીમાંથી 5 પર ભાજપ લીડ કરી રહી છે. જ્યારે શ્રીનગર વિધાનસભામાં કોંગ્રેસના ગણેશ ગોદિયાલ આગળ ચાલી રહ્યા છે

11:37 March 10

દિગ્ગજો ફરી પાછળ

ખટીમા બેઠકથી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી ફરી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે લાલકુઆં બેઠકથી હરિશ રાવત 9,967 વોટથી પાછળ ચાલી રહ્યા છે

11:32 March 10

ઉત્તરાખંડમાં ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી

ઉત્તરાખંડમાં ભાજપની સારી લીડના કારણે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેહરાદૂનમાં રાજ્ય પાર્ટી કાર્યાલયમાં ટોચના નેતાઓની ભીડ વધી રહી છે. તો ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા દિપ્તિ રાવતે કહ્યું કે, રાજ્યમાં ભાજપ ફરી એક વખત મોટી બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.

11:31 March 10

કોંગ્રેસની નેક ટૂ નેક ફાઈટ

વિપક્ષના નેતા પ્રીતમ સિંહે ટ્રેન્ડ પર કહ્યું હતું કે, રાજ્યની તમામ સીટો પર નેક ટૂ નેટ લડાઈ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કેટલીક વિધાનસભાઓમાં તફાવત છે, પરંતુ આ તફાવત ખૂબ જ નાનો છે અને આ તફાવત ગમે ત્યારે ઉલટાવી શકાય છે.

11:25 March 10

અમને આવા જ પરિણામની આશા હતીઃ કેન્દ્રિય પ્રધાન અને ઉત્તરાખંડના પ્રભારી પ્રહલાદ જોષી

કેન્દ્રિય પ્રધાન અને ઉત્તરાખંડના ભાજપ પ્રભારી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, અમને આવા જ પરિણાની આશા હતી. ઉત્તરાખંડના લોકોએ અમારા કામને જોયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી અને પાર્ટીના કાર્યકર્તાઓએ મળીને કામ કર્યું છે. હું જનતા અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું.

11:19 March 10

દિગ્ગજ ચાલી રહ્યા છે આગળ

અનુપમા રાવત હરિદ્વાર ગ્રામીણથી આગળ છે. જ્યારે અનુકૃતિ ગુસૈન લેન્સડાઉન સીટ પરથી પાછળ છે. તો આ તરફ ખટીમાથી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી આગળ છે. જ્યારે હરિશ રાવત લાલકુઆન બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. અરવિંદ પાંડે ગદરપુરથી આગળ છે. તો રિતુ ખંડુરી કોટદ્વારથી આગળ છે. તે જ સમયે ટિહરીથી કિશોર ઉપાધ્યાય, મસૂરીથી ગણેશ જોશી, ખાનપુરથી કુંવર દેવયાની, મદન કૌશિક, પ્રેમચંદ અગ્રવાલ, પ્રીતમ સિંહ, રેખા આર્ય, સતપાલ મહારાજ અગ્રણી છે.

11:05 March 10

ઉત્તરાખંડમાં ભાજપે બહુમતનો આંકડો કર્યો પાર

ઉત્તરાખંડમાં ભાજપ બહુમતીના આંકડાથી આગળ નીકળી ગયું છે

10:59 March 10

ઉત્તરાખંડમાં આ રીતે થઈ મતગણતરી

ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારી સોવજન્યાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા માટે 3 હોલ છે, જેમાંથી 2માં EVMની ગણતરી થઈ હતી અને એકમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ હતી. રાજ્યની તમામ 70 વિધાનસભાઓ માટે 1,07,314 પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થયા હતા. તે જ સમયે, કુલ 1,66,325 પોસ્ટલ બેલેટ જારી કરવામાં આવ્યા હતા. તેમાં 42,110 સેવા મતદારો, 49,264 ચૂંટણી ફરજ પર તહેનાત કર્મચારીઓ અને 80 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારોના 15,940 પોસ્ટલ બેલેટનો સમાવેશ થાય છે. થ્રિ લેયર સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જ્યારે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનની મંજૂરી આપવાની નહતી આવી.

10:54 March 10

કોંગ્રેસને મળશે બહુમતીઃ હરિશ રાવત

દહેરાદૂનમાં કોંગ્રેસ નેતા હરિશ રાવતે કહ્યું હતું કે, અમે મોટા ભાગની બેઠક પર જીતી રહ્યા છીએ અને જ્યાં અમે પાછળ ચાલી રહ્યા છે ત્યાં નજીકનો મુકાબલો છે. એક કલાકમાં આ ઉછાળો ઉત્તરાખંડમાં કોંગ્રસ માટે બહુમતમાં ફેરવાઈ જશે.

10:53 March 10

લેન્સડાઉનથી અનુકૃતિ ગુસૈન પાછળ

લેન્સડાઉનથી અનુકૃતિ ગુસાઈ પાછળ ચાલી રહી છે. ગદરપુરથી અરવિંદ પાંડેય, કોટદ્વારથી ઋતુ ખંડૂડી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ખટિમાથી પુષ્કરસિંહ ધામી, લાલકુઆંથી હરિશ રાવત, બાજપુરથી યથપાલ આર્ય અને શ્રીનગરથી ધનસિંહ રાવત પાછળ ચાલી રહ્યા છે.

10:52 March 10

દહેરાદૂન બેઠક પર જોવા મળી કાંટાની ટક્કર

કોંગ્રેસ દેહરાદૂન જિલ્લાની 10માંથી 3 વિધાનસભા, ચકરાતા, સહસપુર અને ધરમપુર વિધાનસભામાં આગળ છે. તે જ સમયે વિકાસનગર, દેહરાદૂન કેન્ટ, મસૂરી, રાયપુર, રાજપુર રોડ, દોઇવાલા, ઋષિકેશમાં ભાજપ આગળ છે

10:50 March 10

ખટીમા બેઠક પર પુષ્કરસિંહ ધામી નીકળ્યા આગળ

ખટીમા વિધાનસભા બેઠક પર મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી કોંગ્રેસના ભુવન કાપડીને પછાળી આગળ ચાલી રહ્યા છે

10:46 March 10

VIP બેઠક પર ધમાલ

કોંગ્રેસ નેતા હરિશ રાવત 7,000 વોટથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ખટિમા બેઠક પર મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી 1,000 વોટથી પાછળ ચાલી રહ્યા છે. લેસડાઉનથી અનુકૃતિ ગુસાઈ 1,000 વોટથી પાછળ અને 700 વોટથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલ આગળ ચાલી રહ્યા છે

10:44 March 10

ઉત્તરાખંડમાં ભાજપે જાળવી રાખી લીડ

ઉત્તરાખંડમાં ભાજપ 43 અને કોંગ્રેસ 23 બેઠક પર આગળ ચાલી રહી છે

10:13 March 10

મણિપુરમાં 58 બેઠકની મતગણતરી પૂર્ણ

મણિપુરમાં 24 બેઠક પર ભાજપ અને 12 બેઠક પર કોંગ્રેસ આગળ

મણિપુરમાં પણ અન્ય પાર્ટીનો દબદબો યથાવત્, અન્ય પાર્ટી 13 બેઠકથી લીડ કરી રહી છે

10:10 March 10

ઉત્તરાખંડમાં ભાજપ હજી પણ કોંગ્રેસથી આગળ

ઉત્તરાખંડમાં ભાજપ 40 અને કોંગ્રેસ 25 બેઠકથી આગળ

ઉત્તરાખંડમાં અન્ય પક્ષ 4 બેઠકથી કરી રહ્યું છે લીડ

09:38 March 10

ઉત્તરાખંડમાં AAPને હજી સુધી એક પણ બેઠક નથી મળી

ઉત્તરાખંડઃ ભાજપ 40 અને કોંગ્રેસ 25 બેઠકથી આગળ

હજી સુધી આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી

અન્ય પક્ષ 4 બેઠકથી આગળ

09:32 March 10

મણિપુરમાં ભાજપ કોંગ્રેસને પછાળી નીકળ્યું આગળ

મણિપુરમાં ભાજપ 15 અને કોંગ્રેસ 10 બેઠક પર લીડ કરી રહ્યું છે. જ્યારે અન્ય પક્ષને 8 બેઠક મળી છે

09:20 March 10

ઉત્તરાખંડમાં ભાજપનો રથ કોંગ્રેસથી આગળ

ઉત્તરાખંડમાં ભાજપ 40 બેઠક અને કોંગ્રેસ 1 બેઠકથી આગળ

ઉત્તરાખંડમાં અન્ય પક્ષ 3 બેઠક પર લીડ કરી રહ્યું છે

08:53 March 10

મણિપુરમાં 9 બેઠકની મતગણતરી પૂર્ણ

મણિપુરમાં કોંગ્રેસ 5 અને ભાજપ 1 બેઠકથી આગળ

મણિપુરમાં NPPને મળી એક બેઠક

08:52 March 10

ઉત્તરાખંડમાં 35 બેઠકની મતગણતરી પૂર્ણ

ઉત્તરાખંડમાં 18 બેઠક પર ભાજપ અને 17 બેઠક પર કોંગ્રેસ આગળ

08:51 March 10

મણિપુરમાં ભાજપની સરકાર બને તેવી મુખ્યપ્રધાને ભગવાનને કરી પ્રાર્થના

08:49 March 10

મણિપુરમાં કોંગ્રેસ ભાજપથી નીકળી આગળ

મણિપુરમાં 9 બેઠકની મતગણતરી થઈ

મણિપુરમાં કોંગ્રેસ 5 અને ભાજપ 3 બેઠકથી કરી રહ્યું છે લીડ, જ્યારે NPP હજી પણ 1 બેઠક પૂરતી સીમિત રહી.

08:47 March 10

ઉત્તરાખંડમાં 17 બેઠક સાથે ભાજપે કોંગ્રેસને મૂકી પાછળ

ઉત્તરાખંડમાં 31 બેઠકની મતગણતરી થઈ

ઉત્તરાખંડમાં ભાજપ 17 બેઠકથી આગળ તો કોંગ્રેસ 14 બેઠકથી લીડ કરી રહ્યું છે

ઉત્તરાખંડમાં હજી પણ આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળી

08:46 March 10

મણિપુરમાં કોંગ્રેસ ભાજપ 3-3 બેઠક પર આગળ, NPPને મળી એક બેઠક

મણિપુરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી

મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ 3-3 બેઠક પર આગળ, જ્યારે NPP 1 બેઠકથી લીડ કરી રહ્યું છે

07:47 March 10

મણિપુરના મુખ્યપ્રધાન બિરેન સિંહે ઈમ્ફાલમાં શ્રી ગોવિંદજી મંદિરમાં કર્યા દર્શન

ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

ઉત્તરાખંડમાં ભાજપ 15 અને કોંગ્રેસ 14 બેઠકથી આગળ, AAPને હજી સુધી એક પણ બેઠક નથી મળી

મણિપુરમાં 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર NPP લીડ કરી રહ્યું છે

ઉત્તરાખંડમાં ભાજપ 13 અને કોંગ્રેસ 12 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે.

મણિપુરમાં ભાજપ 2 અને 1 બેઠક પર NPP લીડ કરી રહ્યું છે.

ઉત્તરાખંડમાં (Uttarakhand Assembly Election Results 2022) કુલ 70 બેઠકમાંથી 9 બેઠકની મતગણતરી ચાલી રહી છે. તેમાં કોંગ્રેસ 6 અને ભાજપ 3 બેઠકથી લીડ કરી રહ્યું છે.

તો મણિપુર (Manipur Assembly Election Result 2022) કુલ 60 બેઠકમાંથી 2 બેઠકની મતગણતરી થઈ રહી છે. આ બંને બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું છે.

ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 બેઠકો છે. અહીં કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 36 બેઠકની જરૂર પડશે. ત્યારે આજે મતગણતરી માટે મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં દરેક વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 21 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. તો મણિપુરમાં સરકાર બનાવવા માટે રાજકીય પાર્ટીને 31 બેઠકોની જરૂર છે.

Last Updated : Mar 10, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details