ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Manipur Assembly Election 2022 : બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.40 ટકા મતદાન નોંધાયું

મણિપુરમાં (Manipur Assembly Election 2022) કડક સુરક્ષા વચ્ચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન (Second phase of polling begins in Manipur) શરૂ થઈ ગયું છે.

Manipur Assembly Election 2022 : મણિપુરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ
Manipur Assembly Election 2022 : મણિપુરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ

By

Published : Mar 5, 2022, 7:54 AM IST

Updated : Mar 5, 2022, 10:43 AM IST

ઇમ્ફાલ: મણિપુરમાં (Manipur Assembly Election 2022) બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં Second phase of polling begins in Manipur) આજે શનિવાર 6 જિલ્લાની 22 વિધાનસભા બેઠકો પર મતદારો 92 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને 1247 મતદાન મથકો પર મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મણિપુર ચૂંટણી 2022ના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.40 ટકા મતદાન નોંધાયું છે.

આ પણ વાંચો:મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન, સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન

મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે

બીજા તબક્કામાં મેદાનમાં રહેલા કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ત્રણ વખતના મુખ્ય પ્રધાન ઓ ઇબોબી સિંહ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગાયખાંગમ ગંગમેઈનો સમાવેશ થાય છે. બંને કોંગ્રેસના ઉમેદવાર છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.

આ પણ વાંચો:મણિપુરમાં મતદાન પહેલા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ, અનેક વાહનોને નુકસાન

Last Updated : Mar 5, 2022, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details