કોંડાગાંવ: છત્તીસગઢના બસ્તરમાં કોંડાગાંવમાં (Unique wedding in Kondagaon ) અનોખા લગ્નની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. યુવકે પોતાની બે ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા હતા. આ વરરાજા બે બાળકોનો (Man marries two girlfriends together in Kondagaon) પિતા છે. બન્ને ગર્લફ્રેન્ડને એક-એક પુત્રી પણ છે. બન્ને વહૂઓ તેમના બાળકો સાથે લગ્નના મંડપમાં પહોંચી હતી. આ લગ્ન બુધવાર, 8 જૂન, 2022 ના રોજ થયા હતા.
આ પણ વાંચો:મે તેરા જબરા ફેન હો ગયા...ધંધુસર ગામનો પાર્થ શિવાજીનો છે ચાહક
ક્યાં છે મામલોઃ કેશકલના ઇરાગાંવ વિસ્તારના ઉમલા ગામમાં છત્તીસગઢના અનોખા લગ્ન યોજાયા હતા. ગામના રાજનસિંહ સલામના અડેંગા ગામની રહેવાસી દુર્ગેશ્વરી મરકામના પરિવારજનોએ પહેલા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગાઈ પણ થઈ ગઈ. દુર્ગેશ્વરી રાજનસિંહના ઘરે રહેવા આવી. થોડા મહિના પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો. આ દરમિયાન રાજનસિંહ આણવરીના સન્નોબાઈ ગોટાના પ્રેમમાં પડ્યો.