- ગ્વાલિયરમાં નોંધાયો અજીબોગરીબ કિસ્સો
- 25 વર્ષીય યુવાન બ્લેક અને વ્હાઈટ ફંગસથી સંક્રમિત
- ડૉક્ટરો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી સર્જરી
ગ્વાલિયર: એક તરફ કોરોના મહામારી શાંત થવાનું નામ નથી લેતી, ત્યાં જ મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસ (Black Fungus) અને ત્યાર બાદ વ્હાઈટ ફંગસ (White Fungus)ના કેસ નોંધાવાના શરૂ થયા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં આવેલી જયારોગ્ય હોસ્પિટલમાં એકસાથે બન્ને ફંગસનું સંક્રમણ ધરાવતા એક 25 વર્ષીય દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
આંખોમાં દુઃખાવાની ફરિયાદ સાથે આવ્યો હતો દર્દી
બન્ને ફંગસનું સંક્રમણ ધરાવતા 25 વર્ષીય યુવાન થોડા દિવસો અગાઉ જ કોરોનામુક્ત થયો હતો. સાજા થયા બાદ આંખોમાં દુઃખાવા સાથે સોજો આવી જતા તે ડૉક્ટર પાસે ગયો હતો. જયારોગ્ય હોસ્પિટલના ENT વિભાગના અધ્યક્ષ ડૉ. બી.પી. નાર્વેએ તેની તપાસ કરતા યુવાનને બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારબાદ તે માટેના ટેસ્ટ કરાવતા યુવાનને બ્લેક ફંગસની સાથે વ્હાઈટ ફંગસ હોવાનું સામે આવ્યું હતું.