ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેલ્ફીની મજા બની મૃત્યુંની સજા - Man dies after falling in dam

સોનભદ્ર જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં ધંધરૌલ જળાશયમાં (Dhandharol Reservoir) ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ડેમની દિવાલ પર ચઢીને સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન પગ લપસવાને કારણે તે સીધો પાણીમાં પડી ગયો હતો, જેમાં તેનું મોત થયું હતું.

સેલ્ફીની મજા બની મોતની સજા
સેલ્ફીની મજા બની મોતની સજા

By

Published : Aug 17, 2022, 1:55 PM IST

ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશ જિલ્લામાં ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં ધંધરૌલ જળાશયમાં (Dhandharol Reservoir)ડૂબી જવાથી યુવકનું મોત થયુ છે. યુવક યુવક ડેમની દિવાલ ઉપર ચઢીને સેલ્ફી લઈ રહ્યો હતો. આ સમયે પગ લપસી જતા તે સીધો પાણીમાં જઈને પડ્યો હતો. સ્થાનીક લોકોને ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ધટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને યુવકને બહાર નીકાળવામાં આવ્યો હતો. યુવકનું ઘટના સ્થળે મોત થઈ હતુ.

આ પણ વાંચોમહારાષ્ટ્રના ગોંદિયામાં રેલ અકસ્માત, 53થી વધુ પ્રવાસીઓ થયા ઈજાગ્રસ્ત

સેલ્ફી લેતા પાણીમાં પડ્યો આ યુવક રોબર્ટગંજ બ્રહ્મનગરનો રહેવાસી હતો. જ્યાં તે સોમવારે તેના મિત્રો સાથે ફરવા માટે ચૂર્ક નામના વિસ્તારમાં આવેલ ધંધરૌલ ડેમ(Dhandharol reservoir) ગયો હતો. તે સમયે ડેમની દિવાલ પર ચઢીને સેલ્ફી લઈ રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતા તે સીધો પાણીમાં જઈને પડ્યો હતો. રામાનુજને પડતા જોઈ તેના મિત્રોએ બૂમાબુમ શરૂ કરી દિધી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દિધો હતો. મૃત યુવકના પિતા બનારસી પાંડે પશુ ડૉક્ટર છે. આ ઘટનાથી પરિવાર પર હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચોપાકિસ્તાનના મુલતાનમાં બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે ભીષણ અથડામણ, 20ના થયા મોત

ABOUT THE AUTHOR

...view details