નવી દિલ્હી: મંડોલી જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે રેલ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. જેમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારને મદદ કરવા માટે 10 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સુકેશે પોતાના વકીલ દ્વારા રેલ્વે મંત્રાલયને મોકલેલા પત્રમાં કહ્યું છે કે તે ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાથી દુખી છે અને માર્યા ગયેલા અને ઘાયલોના પરિવારોને મદદ કરવા માંગે છે.
ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે હાથ લંબાવ્યો: તેણે લખ્યું છે કે તે પોતાની ફેમિલી પ્રોપર્ટીમાંથી 10 કરોડ રૂપિયા રેલ્વે મંત્રાલયને આપવા માંગે છે. આ રકમનો ઉપયોગ આ અકસ્માતમાં પીડિતોના કલ્યાણ માટે કરવામાં આવશે. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે તેણે આ રકમ તેની કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી આપી છે, જેનો આવકવેરો પણ જમા કરવામાં આવ્યો છે. આ રકમની કાનૂની માન્યતા વિશે વેરિફિકેશન કરી શકાય છે. આ સાથે સુકેશે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અને રેલવે અધિકારીઓના વખાણ કર્યા છે.